• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After The Settlement, Due To Quarrel Again, The Working Wife Filed A False Affidavit For Maintenance, Petitioned The Court Of The Husband.

અરજી:સમાધાન થઈ ગયા પછી ફરી ઝઘડો થતાં નોકરી કરતી પત્નીએ ભરણપોષણ માટે ખોટું સોગંદનામું કરતાં પતિની કોર્ટમાં અરજી

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પત્નીએ સેલેરી સ્લિપ, બેન્ક સ્ટેટમેન્ટ, IT રિટર્નની વિગત ન આપી હોવાની પતિની દલીલ

અગાઉ સમાધાન થઇ ગયા બાદ પતિ-પત્ની વચ્ચે ફરીથી ઝઘડા શરૂ થતાંં નોકરી કરતી પત્નીએ પતિ વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. જેમાં ખોટું સોગંદનામું કર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી પતિએ કરતા જેની સુનાવણી 13 ડિસેમ્બરે હાથ ધરાશે.

પૂર્વ વિસ્તારમાં રહેતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં તેઓ એકબીજા સામે કોર્ટમાં ગયા હતાં, જો કે થોડા સમય બાદ બંનેએ સમાધાન કરી લીધું હતું. થોડા સમય પહેલાં પતિ-પત્ની વચ્ચે ફરીથી ઝઘડા શરૂ થતાં નોકરી કરતી પત્નીએ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો છે. જેમાં પતિએ પત્ની નોકરી કરતી હોવા છતાં પોતે કમાતી નહીં હોવાનું ખોટું સોગંદનામું કર્યું હોવા અંગે એડવોકેટ સંદીપ ક્રિષ્ટી મારફતે કોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે, મહિલાએ કરેલા સોગંદનામાની હકીકત અને તેની અરજીની હકીકત સાવ ખોટી અને વિરોધાભાસી છે. ધર્મના સોગંદ પર કોર્ટથી સત્ય હકીકતો છુપાવી છે. મહિલાએ ભરણપોષણની અરજીમાં પોતે નોકરી કરતી નહીં હોવાનું જણાવ્યું છે, જ્યારે સોગંદનામામાં પોતે નર્સની નોકરી કરેલાનું જણાવ્યું છે.

સાચો પગાર કેટલો છે તે અંગેની પગાર સ્લિપ સોગંદનામાંની સાથે પણ રજૂ કરી નથી અને પગાર સ્લિપ નથી મળતી તેવું સોગંદનામામાં જણાવી કોર્ટથી સત્ય છુપાવે છે. સોગંદનામામાં કાયદાકીય કાર્યવાહી અને ભરણપોષણ ચૂકવાયેલાની માહિતી બાબતે પણ મહિલાએ કોર્ટમાં કંઇ જણાવેલ નથી. અગાઉ મહિલાએ પોતાનું અને પુત્રનું ભરણપોષણ મેળવવા આજ કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં મહિલાની વચગાળાની ભરણપોષણ મેળવવાની અરજીમાં તે નર્સની નોકરી કરતી હોવાથી કોર્ટે તેની અરજી નામંજૂર કરી, માત્ર પુત્રના ભરણપોષણનો આદેશ કર્યો હતો.

ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું હતું. આ તમામ હકીકતો મહિલાએ સોગંદનામામાં જણાવી નથી. મહિલા બેંક એકાઉન્ટ ધરાવતા હોવા છતાં પોતાના સોગંદનામામાં બેંકની વિગતો અને સ્ટેટમેન્ટ રજૂ કર્યા નથી તેમજ નર્સની નોકરી કરતી હોઈ ઈન્કમટેક્સ રિટર્નની વિગતો પણ જણાવી નથી.

અરજદાર સામે ફરિયાદ દાખલ થશે
હકીકતો કોર્ટ સમક્ષ જાહેર કરવા કાયદાકીય રીતે બંધાયેલ હોવા છતાં જાણી જોઇને અરજીમાં સોગંદનામામાં સત્ય હકીકતો કોર્ટથી છુપાવી છે. ખોટો એકરાર કરી મહિલા અરજદારે કોર્ટના તિરસ્કારનું ગુનાઈત અને શિક્ષાપાત્ર કૃત્ય કરેલ છે. જેથી તેની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...