• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After The Result, The Students Said, If The Exam Had Been Taken, The Percentage Would Have Been Higher, Worked Hard So That The Result Was Expected To Be Better.

કહી ખુશી કહી ગમ:પરિણામ બાદ વિદ્યાર્થીઓએ કહ્યું, પરીક્ષા લેવાઈ હોત તો વધુ ટકાવારી આવી હોત, મહેનત કરી હતી, જેથી પરિણામ વધુ સારું આવે એવી અપેક્ષા હતી

અમદાવાદ3 મહિનો પહેલા
પરિણામથી વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ.
  • કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળ્યું છે
  • માસ પ્રમોશનને કારણે પરિણામ પર અસર પડી છે

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેવી રીતે ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું એ જ ફોર્મેટમાં આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશી તો કેટલાકને અપેક્ષા પ્રમાણે પરિણામ નહીં મળતાં તેઓ નિરાશ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે પરિણામ અંગે સરકારે જે ફોર્મેટ જાહેર કર્યું એનાથી પરિણામ માટે અંદાજ હતો.

પરિણામ બાદ કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ હતો.
પરિણામ બાદ કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ હતો.

આ પણ વાંચોઃ પ્રથમ વખત ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર થયું, 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો, 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો

અપેક્ષા પ્રમાણે પરિણામ નહીં આવતાં વિદ્યાર્થીઓ નિરાશ
પરિણામ અંગેનું ફોર્મેટ શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓને પરિણામ અંગે અંદાજ હતો, પરંતુ આજે સત્તાવાર પરિણામ જાહેર થયું છે, જેથી વિદ્યાર્થીઓ પરિણામની કોપી લેવા માટે સ્કૂલ પર પહોંચ્યા હતા. નારાણપુરમાં આવેલી વિજયનગર સ્કૂલમાં સવારે 8 વાગે પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પરિણામ મેળવવા પહોંચ્યા હતા. પરિણામ હાથમાં આવતાં કેટલાક વિદ્યાર્થીઓ ખુશ દેખાયા હતા તો કેટલાક નિરાશ દેખાયા હતા. વિદ્યાર્થીઓની અપેક્ષા પ્રમાણે પરિણામ ના આવતાં તેઓ નિરાશ જોવા મળ્યા હતા.

વિદ્યાર્થીઓએ પરિણામ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી.
વિદ્યાર્થીઓએ પરિણામ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી.

વિદ્યાર્થીઓનું પરિણામને લઈને શું કહેવું છે?
હર્ષ મકવાણા નામના વિદ્યાર્થીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એકંદરે પરિણામ સારું આવ્યું છે, પરંતુ જેવી અપેક્ષા હતી એ પ્રમાણે નથી આવ્યું. માસ પ્રમોશનને કારણે પરિણામ પર અસર પડી છે. પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ સારું આવ્યું હોત. મયંક નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે માટે 75 ટકા આવ્યા છે. પરીક્ષા લેવાઈ હોત તો વધારે ટકાવારી આવી હોત. મહેનત હતી, જેથી પરિણામ સારું આવે એવી આશા હતી. રોજ 5થી 6 કલાક સુધી મહેનત કરી હતી, એ મુજબ પરિણામ આપ્યું નથી. હેલી પટેલ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમે મહેનત તો કરી હતી, પરંતુ કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. અપેક્ષા પ્રમાણે પરિણામ આવ્યું છે. પરિણામથી હું ખુશ છું અને હવે આગળ જઈને આ પ્રમાણે જ મહેનત કરીને આગળ વધીશ.

અન્ય સમાચારો પણ છે...