ચેરમેનોની ગ્રાન્ટનો વિરોધ:જિલ્લા પંચાયતમાં BJPના સભ્યોના વિરોધ બાદ સામાજિક ન્યાય, સિંચાઇ સમિતિનાં કામોને બહાલી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા પંચાયતમાં બહુમતી ધરાવતા ભાજપના સભ્યોએ સમિતિના ચેરમેનોની ગ્રાન્ટ ફાળવણીની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપના જ સભ્યોએ પોતાના મતક્ષેત્ર માટે સૂચવેલા કામોને ન્યાય નહીં મળતા સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ અને સિંચાઇ સમિતિએ મંજૂર કરેલા કામોને સામાન્ય સભામાં બહાલી આપી નહોતી. જોકે પછી સદસ્યોના કામોને ધ્યાનમાં લેવાની શરતે કામોને બહાલી આપી હતી.

ભાજપના સદસ્ય દિગપાલસિંહ ચુડાસમાએ કહ્યું કે, અધિકારીઓ કોઇ માહિતી આપતા નથી. સમિતિના ચેરમેનો સૂચવેલા કામોમાંથી ગણતરીના જ કામો મંજૂર કરે છે. તમામ સમિતિની બેઠકમાં વીડિયોગ્રાફી અને સદસ્યોના કામોની ફરજિયાત નોંધ કરવા માગ કરી હતી. બેઠકમાંથી પત્રકારોને દૂર કરતા ભાજપના સભ્યોએ ડે. ડીડીઓ પર ઠીકરું ફોડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...