તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:માસ પ્રમોશન બાદ ઉચ્ચ શિક્ષણ માટે 1200 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થયું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાઉન્સેલિંગ બાદ 31% વિદ્યાર્થીઓનો વિપરીત પ્રવાહમાં એડમિશનનો ‌નિર્ણય

ધોરણ10નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે કયા પ્રવાહમાં એડમિશન લેવુ તે અંગે તેઓ અસમંજસમાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની આ સમસ્યા દુર કરવા સ્કૂલના એજ્યુકેશન પ્રોગ્રામમાં સુધાર અંગે કામ કરતા શૈષવએ પોતાની ટીમ સાથે અમદાવાદાના 1200 વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓ સાથે વાત કરી તેમનું કાઉન્સેલિંગ કર્યુ હતુ. કાઉન્સેલિંગ બાદ 31 ટકા વિદ્યાર્થીઓએ પોતાની પસંદગીના વિપરિત પ્રવાહમાં એડમિશન લેવાનો નિર્ણય લીધો હતો.

વિદ્યાર્થી અને વાલીનું એક જ પ્લેટફોર્મ પર કાઉન્સેલિંગ કર્યુ
વિદ્યાર્થીઓ અને વાલીઓને એકસાથે ઓનલાઇન પ્લેટફોર્મ પર લાવીને વિદ્યાર્થીઓનાં રસનાં વિષયો અને તેઓ કયા વિષયમાં વધારે સક્ષમ છે તે અંગ તેમની સાથે વાત કરીને કરિયર કાઉન્સેલિંગ કર્યુ હતુ. ટોટલ 1200 વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટસ સાથે વાત કરી હતી. -શૈષવ કાયસ્થ, કાઉન્સેલર

કાઉન્સેલિંગ બાદ બિઝનેસ માટે માર્ગદર્શન મળ્યું
મારી દિકરીને 10 બોર્ડ બાદ કોમર્સમાં એડમિશન લેવું હતું ત્યારબાદ તેને બિઝનેસ કરવો છે પણ કયો બિઝનેસ કરવો તે અંગે કોઇ જ આઇડિયા ન હતો. કાઉન્સેલિંગ બાદ બિઝનેસનાં વિવિધ રસ્તા ખૂલ્યા -નિરવ પારેખ, પેરેન્ટ

કરિયર કેવી રીતે ડેવલપ કરવું તે અંગે સ્પષ્ટતા થઈ
કરિયર કાઉન્સેલિંગ થકી મારી દિકરીને સાયન્સ પ્રવાહ કેમ લેવો તે વધારે સ્પષ્ટ થયું. કાઉન્સેલિંગ થકી કરિયર ડેવલોપમેન્ટ અંગે સ્પષ્ટતા થઇ ગઇ. દિકરી મેડિકલ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવાનું વિચારી રહી છે. -કિરણ ગઢવી, પેરેન્ટ

અન્ય સમાચારો પણ છે...