ફરિયાદ:પતિના મૃત્યુ બાદ દિયર સાથે લગ્ન કર્યાં તો એ બીજી યુવતીને લઈને વિદેશ ભાગી ગયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કૃષ્ણનગર પોલીસમાં મહિલાની પતિ, સાસરિયાં સામે ફરિયાદ
  • પિયરથી 10 લાખ લાવવાનું દબાણ કરતા હોવાનો પણ આક્ષેપ

પતિના મોત બાદ સાસરિયાંના કહેવાથી દીયર સાથે લગ્ન કરનાર મહિલાનો બીજો પતિ એક યુવતીને લઇને વિદેશ ચાલ્યો ગયો હતો. આમ છતાં બાળકોના ભવિષ્ય ખાતર સાસરીમાં રહેતી મહિલાને ત્રાસ આપવામાં આવતા તેણે કંટાળીને સાસરિયાં સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નરોડા વિસ્તારમાં 40 વર્ષીય મહિલા બે પુત્રીઓ સાથે રહે છે. જેના લગ્ન વર્ષ 2003માં થયાં હતાં. જોકે,વર્ષ 2010માં આ મહિલાનો પતિ બાવળાની એક કંપનીમાંથી નોકરી પતાવીને ઘરે આવતો હતો ત્યારે અકસ્માત થયો હતો અને બાદમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. પતિના અકસ્માતના વળતર પેટે મળેલા 20 લાખ પણ મહિલાના સસરા પાસે હતા.

એક દિવસ તેના સાસુ સસરાએ કહ્યું કે, તારે નાની દીકરી છે તો સંસાર માંડવો જોઈએ. પરિવારજનોની સહમતીથી મહિલાએ તેના જ દિયર સાથે દિયરવટાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2011માં મહિલાએ દિયરવટુ કર્યું અને 2012માં તેને દિયર થકી અન્ય એક પુત્રી થઈ હતી. મહિલાનો બીજો પતિ સુરત એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. વર્ષ 2018માં મહિલાએ જેની સાથે દિયરવટુ કર્યું તે જ પતિ એક યુવતીને સુરતથી લઈને આવ્યો હતો. બાદમાં તેની સાથે વિદેશ પણ જતો રહ્યો હતો.

ત્યારબાદ સાસુ સસરાએ તેમાંય તેનો વાંક કાઢી તેને અભાગણી કહીને માર મારી પિયરમાંથી 10 લાખ લઈ આવવા કહીને ધમકાવી કાઢી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...