તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પાર્લામેન્ટરી બોર્ડના અન્ય સભ્યોના પણ કોરોના ટેસ્ટ થયા હતા. જેમા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે બોર્ડના ચોથા સભ્ય તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભાર કોરોના પોઝિટિવ થયા છે.
આ ઉપરાંત 15 ફેબ્રુઆરીએ સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા હતા. તેમજ સાંજે મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલિયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યોના ટેસ્ટ થશે: નીતિન પટેલ
મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ તેમના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબિયત સારી છે. સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે. મુખ્યમંત્રીને ડાયાબીટિસ કે બીપીની કોઈ તકલીફ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છે, જેને પગલે પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યોના પણ ટેસ્ટ કરવામાં આવશે.
6 મહિના પહેલાં સંક્રમિત થયેલા ધારાસભ્યો અને મંત્રી
નામ | હોદ્દો |
કેશુભાઈ પટેલ | પૂર્વ મુખ્યમંત્રી |
હર્ષ સંઘવી | ધારાસભ્ય |
કિશોર ચૌહાણ | ધારાસભ્ય |
નિમાબહેન આચાર્ય | ધારાસભ્ય |
બલરામ થાવાણી | ધારાસભ્ય |
પૂર્ણેશ મોદી | ધારાસભ્ય |
જગદીશ પંચાલ | ધારાસભ્ય |
કેતન ઈનામદાર | ધારાસભ્ય |
વી.ડી. ઝાલાવાડિયા | ધારાસભ્ય |
રમણ પાટકર | રાજ્યકક્ષાના મંત્રી |
પ્રવીણ ઘોઘારી | ધારાસભ્ય |
મધુ શ્રીવાસ્તવ | ધારાસભ્ય |
ધર્મેન્દ્રસિંહ જાડેજા | રાજ્યકક્ષાના મંત્રી |
ગોવિંદ પટેલ | ધારાસભ્ય |
અરવિંદ રૈયાણી | ધારાસભ્ય |
રાઘવજી પટેલ | ધારાસભ્ય |
જયેશ રાદડિયા | કેબિનેટ મંત્રી |
બીનાબહેન આચાર્ય | મેયર, રાજકોટ |
દિનેશ મકવાણા | (ડેપ્યુટી મેયર, અમદાવાદ |
અમિત શાહ | કેન્દ્રીય ગૃહમંત્રી |
ડો.કિરીટ સોલંકી | સંસદ સભ્ય |
રમેશ ધડુક | સંસદ સભ્ય |
હસમુખ પટેલ | સંસદ સભ્ય |
અભય ભારદ્વાજ | સંસદ સભ્ય |
6 મહિના પહેલાં સંક્રમિત થયેલા સંગઠનના હોદ્દેદારો
નામ | હોદ્દો |
સી.આર.પાટીલ | પ્રદેશ પ્રમુખ |
ભરત પંડ્યા | પ્રદેશ પ્રવક્તા |
પ્રદીપસિંહ વાઘેલા | પ્રદેશ મંત્રી |
પરેશ પટેલ | પ્રદેશ કાર્યાલય મંત્રી |
મોના રાવલ | હિલા મોરચાના કાર્યાલય મંત્રી |
જગદીશ મકવાણા | સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી |
સત્યદીપસિંહ પરમાર | સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી |
દિલીપ પટેલ | સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ |
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.