• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After The Change Of Government In Sri Lanka In 2019 And 4 Smugglers Were Hanged In Drug Cases, Gujarat Became Silk Route Of Drugs, 1600 Km Of Coastline Became Open Ground.

સુપર એક્સક્લૂઝિવ:ગુજરાત ડ્રગ્સનો સિલ્ક રૂટ કેવી રીતે બન્યું, એના વિશે દિવ્ય ભાસ્કરને પહેલીવાર વિગતવાર સમજાવે છે ATSના IPS અધિકારી

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક
  • શ્રીલંકામાં 2019માં સરકાર બદલાઈ ને ડ્રગ્સકેસમાં 4 તસ્કરને ફાંસી થતાં જ ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકાંઠાનો ઉપયોગ શરૂ થયો
  • વિદેશમાં જતું ડ્રગ્સ શ્રીલંકાને બદલે વાયા ગુજરાત દિલ્હી, બર્મા, લાઓસ અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા સુધી જવા લાગ્યું
  • કેરિયરને કિલોએ 1800 ડોલરનો હેન્ડલિંગ ચાર્જ અપાય છે, વરિષ્ઠ IPS અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવી અંદરની વાત
  • ગુજરાતના રૂ. 600 કરોડના ડ્રગ્સકેસમાં વધુ 5 આરોપી પકડાયા, એક પંજાબ અને 4 દ્વારકાના હોવાની વાત

2019: ગુજરાત એટીએસે રાજ્યમાં વિવિધ ઓપરેશન હાથ ધરીને કુલ 5 કિ.ગ્રા. મેથામ્ફેટામાઇન (એમ.ડી.)/ એફેડ્રિન ડ્રગ્સ, 100 કિ.ગ્રા. હેરોઈન તથા 2.596 કિ.ગ્રા. બ્રાઉનશુગરનો જથ્થો ઝડપી પાડ્યો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 527 કરોડ થવા જાય છે.

2020: ગુજરાત એટીએસે ફરી રાજ્યમાં વિવિધ ઓપરેશન હાથ ધરીને કુલ 6.546 કિ.ગ્રા. મેથામ્ફેટામાઈન (એમ.ડી.)/ એફેડ્રિન ડ્રગ્સ, 35 કિ.ગ્રા. હેરોઈન તથા 653 ગ્રામ બ્રાઉનસુગરનો જથ્થો ઝડપી પાડ્યો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 177 કરોડ થવા જાય છે.

2021: ગુજરાત એટીએસે અત્યારસુધીમાં રાજ્યમાંથી કુલ 1 કિ.ગ્રા. મેથામ્ફેટામાઈન (એમ.ડી.)/ એફેડ્રિન ડ્રગ્સ, 60 કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 301 કરોડ થવા જાય છે.

આ ત્રણેય વર્ષના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે અને બહુ મોટું સત્ય આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. સામાન્ય રીતે ગુજરાત એટલે શાંતિપ્રિય, ગુનારહિત લોકોનું સ્થળ ગણાય છે, પરંતુ આજે આ ગુજરાત માત્ર ભારત જ નહીં, પરંતુ પૂર્વ અને ઉત્તર એશિયાના દેશોમાં ડ્રગ્સના કાળા કારોબારનો સિલ્કરૂટ બની ગયું છે. હવે સવાલ એ છે કે છેલ્લાં ત્રણેક વર્ષમાં એવું તે શું થયું કે ડ્રગ્સની હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું. આનો જવાબ આપતા ગુજરાત ATSના IPS અધિકારી પહેલીવાર દિવ્ય ભાસ્કરને ગુજરાત ડ્રગ્સની તસ્કરીનો સિલ્કરૂટ કેવી રીતે બન્યું તે સમજાવે છે. વર્ષ 2019માં શ્રીલંકામાં ડ્રગ્સ ગુનામાં ચાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવી. શ્રીલંકામાં 43 વર્ષ બાદ ડ્રગ્સના તસ્કરોને ફાંસી મળતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ હચમચી ગઈ અને તેણે અલગ રૂટ તરફ નજર દોડાવી. આમાં તેની નજર ગુજરાત પર પડી... અને ત્યારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના મધ્ય, ઉત્તર તથા પૂર્વ એશિયાના દેશોમાં જમીનમાર્ગે હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું.

600 કરોડના ડ્રગ્સ કેસમાં ATSએ પંજાબી સહિત 5ને પકડ્યા
ગુજરાતમાં તાજેતરમાં પકડાયેલા રૂ. 600 કરોડના ડ્રગ્સ કેસમાં રાજ્ય એટીએસએ વધુ 5 આરોપીની ધરપકડ કરી હોવાની વિગતો સૂત્રોએ જણાવી છે. આ પાંચમાંથી એક પંજાબ અને બીજા ચાર દ્વારકાના હોવાનું જાણવા મળ્યું છે. હવે આ કેસમાં પકડાયેલા લોકો માત્ર કેરિયર છે, જે તેમના આકાઓને ઓળખતા નથી. તેઓ માત્ર 1800 ડોલર પ્રતિ કિલોના ચાર્જ માટે જ ડીલ કરે છે. હવે અહીંથી આગળની ઈન્ટરનેશનલ ચેનની કડી પકડવી પોલીસ માટે પણ પડકારરૂપ છે.

શ્રીલંકામાં સત્તા પરિવર્તન થયું ને ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું
અત્યારે ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયાકાંઠાનો જે રીતે અલગ-અલગ સ્થળેથી (મુંદ્રા પોર્ટ અને સલાયા બંદર સહિત) ડ્રગ્સ ઘુસાડવા ઉપયોગ કરાઈ રહ્યો છે એમાં વિદેશના ઘટનાક્રમ મોટા ભાગે જવાબદાર છે. ગુજરાતમાં આવતું ડ્રગ્સ પહેલા દરિયાઈ માર્ગે શ્રીલંકા થઈને ઓસ્ટ્રેલિયા તેમજ યુરોપ સુધી જતું હતું, પરંતુ 2019માં શ્રીલંકામાં સરકાર બદલાઈ અને મૈત્રીપાલ સિરિસેના રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમણે ડ્રગ્સના દૂષણને ડામવા ત્યાંની નેવીને દરિયામાં આવતા ડ્રગ્સ પર નજર રાખવા છૂટો દોર આપ્યો. એટલું જ નહીં, 26 જૂન, 2019ના રોજ સિરિસેનાએ ડ્રગ્સ કેસમાં ચાર તસ્કરોને ફાંસીની સજા પર હસ્તાક્ષર કર્યા. શ્રીલંકાના ઇતિહાસમાં 43 વર્ષ બાદ કોઈ આરોપીને અપાયેલી ફાંસીની સજા હતી. ત્યારથી ડ્રગ્સના આકાઓ સેફ પેસેજ શોધતા હતા, તેમાં ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકિનારો તેમને ઉપયોગમાં આવી ગયો.

IPS અધિકારીએ કહ્યું, તાલિબાને અફઘાન સત્તા કબજે કરતાં પાક.-આરબ દેશો સલવાયા
ગુજરાતના એક સિનિયર IPS અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવી તેમાં પાકિસ્તાન અને ઘણા આરબ દેશો સલવાઈ ગયા. આંતરરાષ્ટ્રીય દબાણને લીધે તેમણે ડ્રગ્સની હેરફેર માટે પોતાની જમીનનો રૂટ તરીકે ઉપયોગ બંધ કરવો પડ્યો. આ સ્થિતિમાં પાકિસ્તાન અને આરબ દેશો ડ્રગ્સનો સ્ટોક પોતાને ત્યાંથી બહાર કાઢી બને તેટલી વહેલી તકે વિદેશમાં પહોંચાડવા હવાતિયાં મારી રહ્યાં છે. શ્રીલંકાનો દરિયાઈ માર્ગ ડ્રગ્સ માટે 2019થી બંધ થયા બાદ ગુજરાતના લાંબા દરિયાકિનારા પર તેમની નજર પડી. ત્યારથી ગુજરાતના દરિયાઈ માર્ગનો બફર રાજ્ય કે દરિયાઈ સીમા માટે ઉપયોગ થવા લાગ્યો છે.

મોરબીના ઝીંઝુડામાંથી પકડાયેલો ડ્રગ્સનો જથ્થો - ફાઇલ તસવીર.
મોરબીના ઝીંઝુડામાંથી પકડાયેલો ડ્રગ્સનો જથ્થો - ફાઇલ તસવીર.

ગુજરાતમાં ડ્રગ્સ લેનારાની સંખ્યા ઓછી, પણ કારોબારીઓ વધી ગયા
ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં રૂ. 600 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. વિદેશોમાંથી હેરોઇન અને ઇન્ટરનેશનલ ડ્રગ્સ ગુજરાતમાં મોટા પાયે આવી રહ્યાં છે. જોકે અધિકારીએ કહ્યું હતું કે આમાંનો બહુ ઓછો જથ્થો ગુજરાત માટે આવે છે, કારણ કે રાજ્યમાં હજી ડ્રગ્સ લેનારા લોકોની સંખ્યા ઓછી છે. જેથી તપાસમાં એજન્સીઓને જાણવા મળ્યું કે ગુજરાત ડ્રગ્સનું બફર સ્ટેટ બન્યું છે. અહીંથી ડ્રગ્સના મોટા કન્સાઈન્મેન્ટને 1 કિલો કે નાના જથ્થાના પેકેટમાં વિભાજિત (એક પ્રકારે કટિંગ) કરાય છે. ત્યાર બાદ એ બાય રોડ અન્ય રાજ્યમાં મોકલાય છે અને સહેલાઈથી બોર્ડર પાર કરી એને બર્મા, લાઓસ, ઉઝબેકિસ્તાન તેમજ યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી આગળ મોકલાય છે.

દ્વારકા ડ્રગ્સકાંડના આરોપીઓ - ફાઇલ તસવીર
દ્વારકા ડ્રગ્સકાંડના આરોપીઓ - ફાઇલ તસવીર
અન્ય સમાચારો પણ છે...