તેજલ અરવિંદ શુકલ
આલ્બર્ટ આઈન્સ્ટાઈને અત્યંત સચોટપણે કહ્યંુ છે કે, જે મહિલા ટોળાને અનુસરે છે તે ટોળાથી આગળ વધી શકતી નથી. જે મહિલા પોતાનો માર્ગ એકલી કંડારે છે તે એવા સ્થાને પહોંચે છે જ્યાં ભાગ્યે જ કોઇ પહોંચ્યું હોય. વર્ષાબેન ગજ્જરે આઇન્સ્ટાઇનનું વાકય જીવી જાણ્યું છે.અમદાવાદમાં રહેતા અને સોફટવેર કંપનીમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા વર્ષાબેન ગજ્જરને થોડા વર્ષો પહેલાં મૂકબધિર દીકરાનો જન્મ થતાં તેના ભવિષ્યની તૈયારી શરૂ કરી દીધી હતી.
દીકરો સામાન્ય બાળકોની જેમ કરિયર ન બનાવી શકે તેવો વિચાર કરવાને બદલે તેમણે સોફટવેર કંપનીમાં નોકરીની શરૂઆત કરી હતી. દીકરાને લાચાર સમજવાને બદલે તેને સમાજમાં પોતાનું સ્થાન બનાવવાની તાલીમ આપી. આજે વર્ષાબેને તેમના દીકરા સહિત 200 મૂકબધિરોને એક સંસ્થામાં નોકરી આપી છે. આ તમામ મુકબધિરો આઇ ફોનની મોબાઇલ એપ સહિતના પ્રોડકશનમાં કામ કરે છે. આ કંપનીમાં 200 મૂકબધિર યુવક-યુવતી દોઢ લાખ સુધી પગાર મેળવે છે. વર્ષાબહેને કહ્યું, હું મહિલાઓને કહેવા માગું છું કે, તમને ઈશ્વરે જે તાકાત આપી છે તેને હકારાત્મક બાબતો તરફ વાળવી જોઈએ.
પુત્ર શીખ્યો નહીં ત્યાં સુધી માતાએ પગાર ન આપ્યો
દીકરાને નોર્મલ બાળકોની સ્કૂલમાં મુકયો.થોડા સમયમાં સ્કૂલ સંચાલકોએ તેને ઉઠાવી લેવા કહ્યંુ હતું. પુત્ર પાર્થે કોઈ પણ સંજોગોમાં સમાજમાં પોતાનું સ્થાન બનાવવાનું હતુ. 10માં ધોરણ પછી તેને પોતાની સંસ્થામાં જ સોફટવેર શીખવા માટે મુકયો. માતા આ સંસ્થામાં એચઓડી હોવા છતા તેને કોઇ લાભ નહી આપવાનું નક્કી કર્યુ હતું. જ્યાં સુધી પાર્થ સારી રીતે પોતાનું કામ ન શીખ્યો ત્યા સુધી વર્ષાબેને તેને પગાર આપ્યો નહોતો.
દીકરો સફળ થતાં કંપનીમાં મૂકબધિરને જ સ્થાન આપ્યું
શરૂઆતમાં દીકરો જે કામ સમજી શકતો નહોતો તે કામ કોઇપણ રીતે કરવાનો જ આગ્રહ વર્ષાબેને તેને કર્યો. જ્યારે પાર્થે એપ્લિકેશન માટેના મોડલ સફળતાથી બનાવવા માંડ્યા. પાર્થે એપલની કંપનીએ એવોર્ડ આપ્યો ત્યારે વર્ષાબેને મેનેજમેન્ટને પ્રપોઝલ આપી હતી કે આ કંપનીમાં મૂકબધિરને જ નોકરી આપવામાં આવે. મેનેજમેન્ટે પણ પાર્થની કામગીરી જોઇને તેમની કંપનીમાં મૂકબધિરને જ નોકરી આપવાનો નિર્ણય લીધો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.