તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેગ્નેટિકમેન:સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ વકીલના શરીર પર સિક્કા, વાસણ, સ્ટેપલર, પક્કડ ચોંટવા લાગ્યાં

અમદાવાદ3 મહિનો પહેલા
અમદાવાદના વકીલ બન્યા મેગ્નેટિકમેન.
  • વેક્સિન લીધી હોવાને કારણે ચોંટે એવું મારું માનવું નથી: વકીલ
  • ગુજરાતમાં અનેક જિલ્લાઓમાંથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે

શરીર પર લોખંડની વસ્તુઓ ચોંટવાના કિસ્સાઓ સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતભરમાંથી સામે આવી રહ્યા છે અને લોકો અલગ-અલગ દાવા કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વકીલનો વ્યવસાય કરતા રમેશભાઈના શરીર પર લોખંડની વસ્તુઓ ચોંટવા લાગી છે, જોકે તેમણે વેક્સિનને કારણે આ પ્રકારે થતું હોવાની શક્યતા નકારી છે.

વેક્સિનને કારણે લોખંડ ચોંટે છે એમાં હું નથી માનતો
શહેરના વાડજ વિસ્તારમાં રહેતા રમેશભાઈ વકીલ છે. રાજ્યમાં અનેક લોકોના શરીર પર લોખંડની વસ્તુઓ ચોંટતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ તેમને પણ પોતાના શરીર પર સિક્કા ચોંટાડવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે બધા સિક્કા ચોંટી ગયા બાદમાં વાસણ, સ્ટેપલર, પક્કડ સહિતની તમામ વસ્તુઓ ચોંટવા લાગી હતી. રમેશભાઈએ એપ્રિલ મહિનામાં વેક્સિન લીધી હતી, જોકે તેઓ વેક્સિનને કારણે લોખંડ ચોંટતું હોવાનું ના પડી રહ્યા છે.

વરસાદ સમયે જો વીજળી મારા પર પડે તો?
રમેશભાઈએ જણાવ્યું હતું કે અન્ય લોકોના લોખંડ ચોંટતા વીડિયો જોઇને મેં પણ મારા પર પ્રયત્ન કર્યો ત્યારે મારા શરીર પર લોખંડ ચોંટવા લાગ્યું હતું, જેથી મને આશ્ચર્ય થયું હતું. વેક્સિન લીધી હોવાથી લોખંડ ચોંટતું હોવાનું હું માનતો નથી. મેં ડોક્ટર સાથે પણ વાત કરી, પરંતુ ડોક્ટર પાસે કોઈ જવાબ નહોતો. મને માત્ર એ જ બીક છે કે વરસાદના સમયે વીજળી પડે તો લોખંડ મને ચોંટે છે તેમ વીજળી પણ ચોંટી શકે અને MRI કરાવવું હોય તો કોઈ અસર થઇ શકે છે.

વીડિયો જોયા બાદ પુત્રે માતા પર ટ્રાય કરતાં ચમચી હાથ પર ચોંટી ગઈ.
વીડિયો જોયા બાદ પુત્રે માતા પર ટ્રાય કરતાં ચમચી હાથ પર ચોંટી ગઈ.

સુરતમાં એક જ પરિવારનાં વૃદ્ધા અને બાળકના શરીર પર સિક્કા ચોંટ્યા
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે કુતૂહલ ફેલાયું હતું. વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો, જ્યારે 10 વર્ષના બાળકે તો વેક્સિન પણ લીધી નથી. આ બાબતે મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે વેક્સિનને કારણે શરીરમાં એવી કોઈ અસર પેદા ન થઈ શકે.

વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંચાલકના શરીર પર સિક્કા ચોંટી ગયા.
વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંચાલકના શરીર પર સિક્કા ચોંટી ગયા.

વલસાડમાં પણ બની ઘટના
વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંચાલક સંપતસિંગ રાજપુરોહિતે સવારે અખબારમાં ઘટના વાંચીને પોતાના ઉપર ચમચી અને સ્ટીલની વસ્તુઓ ચોંટે છે કે કેમ ચેક કરવા જતાં ચલણી સિક્કા અને સ્ટીલની ચમચી પણ હાથ ઉપર મુક્તની સાથે ચોંટી ગઈ હતી. પહેલાં તો પરસેવાને લઈને ઘટના બની હોય તેમ માની લીધું હતું. રૂમાલથી હાથ સાફ કર્યા બાદ ચેક કરતાં ફરી ચલણી સિક્કા ચુંબક ઉપર લોખંડ ચોંટે એ રીતે ચોટી ગયા હતા.

પાલનપુરના 63 વર્ષીય વૃદ્ધની છાતી પર મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યાં.
પાલનપુરના 63 વર્ષીય વૃદ્ધની છાતી પર મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યાં.

પાલનપુરમાં પણ બની હતી આવી ઘટના
પાલનપુરના નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધની છાતી પર શનિવાર સવારથી અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તો તેમનો પરિવાર ચોંકી ઊઠ્યો હતો. પાલનપુર સિવિલમાં મેગ્નેન્ટ મેનને લઈ જઈ ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઊઠ્યા હતા અને કેસ કાઢી રિપોર્ટ કરાવ્યા હતા. નવીનભાઈએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે 2 મહિના પહેલાં વેક્સિનનો ડોઝ લીધો હતો. શનિવાર સવારથી સ્ટીલની વસ્તુઓ ચોંટતાં શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થયો હતો.