તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After Seven Years Of Controversy, Pakwan Became An Overbridge, Unveiling Today, The City's First Flyover Connecting The Overbridge To The Underpass.

લોકાર્પણ:સાત વર્ષના વિવાદ પછી પકવાન ઓવર બ્રિજ બન્યો, આજે લોકાર્પણ, અંડરપાસથી ઓવરબ્રિજને કનેક્ટ કરતો શહેરનો પહેલો ફ્લાય ઓવર

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પકવાન અને સાણંદ ચાર રસ્તા ખાતેના બંને ફ્લાયઓવર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સોમવારે સવારે 10.30 વાગ્યે ખૂલ્લા મુકાશે. - Divya Bhaskar
પકવાન અને સાણંદ ચાર રસ્તા ખાતેના બંને ફ્લાયઓવર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સોમવારે સવારે 10.30 વાગ્યે ખૂલ્લા મુકાશે.
  • 867 કરોડના સિક્સ લેન પ્રોજેક્ટના સાત પૈકી બે બ્રિજ તૈયાર થઈ ગયા

એસજી હાઇવે પર ઉજાલા સર્કલથી ચિલોડા સુધીના 867 કરોડના ખર્ચે 6 લેન પ્રોજેક્ટના બે બ્રિજ નિયત કરેલી મુદતના ચાર મહિનાના વિલંબ પછી તૈયાર થઈ ગયા છે.

પકવાન અને સાણંદ ચાર રસ્તા ખાતેના બંને ફ્લાયઓવર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સોમવારે સવારે 10.30 વાગ્યે ખૂલ્લા મુકાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. માર્ગને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં કુલ સાત બ્રિજ બનશે. અગાઉ પ્રોજેક્ટ પૂરો કરવાની ડેડલાઇન 31 માર્ચ 2021ની નક્કી કરાઈ હતી, પરંતુ કોરોનાના લોકડાઉનને કારણે આ મુદત હવે જૂન 2021 સુધી લંબાવાઈ છે.

35 કરોડનો ખર્ચ, બે લાખ વાહનચાલકોને રાહત થશે
પકવાન ચાર રસ્તા ખાતે ફ્લાયઓવર બનાવવા માટે સાત વર્ષથી વિવાદ હતો, અગાઉ મ્યુનિ.એ બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ નેશનલ હાઇવે હોવાથી અને લોકોનો વિરોધ હોવાથી રદ થયું હતું. આ પછી સિક્સ લેન પ્રોજેક્ટમાં 35 કરોડના ખર્ચે અહીં બ્રિજ તૈયાર કરાયો છે. બે લાખ વાહનચાલકોને રાહત થશે. અંડરપાસથી ઓવરબ્રિજ કનેક્ટ કરતો પહેલો બ્રિજ છે.

સાણંદ બ્રિજ 36 કરોડમાં તૈયાર
સરખેજ-સાણંદ ચાર રસ્તા ખાતે 240 મીટર લંબાઇનો બ્રિજ 36 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અહીં પણ એક લાખ લોકોની અવરજવર રહે છે. પકવાન પછી સૌથી વધુ ટ્રાફિક આ સર્કલ ખાતે જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...