તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

...હવે તેલ દઝાડશે:પેટ્રોલ-ડીઝલ, દૂધ પછી સિંગતેલમાં પ્રતિ ડબ્બે 35 તો કપાસિયામાં 40 રૂપિયાનો વધારો ઝીંકાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભાવ વધારા પાછળ ચીનની માગ કારણભૂત હોવાની વેપારીઓમાં ચર્ચા

પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, દૂધ પછી હવે આમ આદમી પર મોંઘવારનો વધુ એક માર પડ્યો છે. સિંગતેલમાં ડબે 35 અને કપાસિયા તેલમાં રૂ.40નો વધારો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબાનો ભાવ 2870 અને કપાસિયનો ડબો 2870 થયો છે. ભાવ વધારા પાછળ ચીનની માંગ કારણભૂત હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

સતત બીજા દિવસે ભાવવધારો
છેલ્લા પંદર દિવસ સુધી ખાદ્ય તેલના ભાવ સ્થિર રહ્યાં બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં રૂ. 40નો વધારો થતા તેલના ડબો રૂ. 2400થયો છે. તો સિંગતેલના ભાવમાં રૂ. 35નો વધારો થતા ડબાના ભાવ રૂ. 2870નો થયો છે. શુક્રવારે પણ તેલના ભાવમાં વધારો થયો હતો જે સતત બીજા દિવસે પણ જોવા મળ્યો હતો. મેના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઇ હતી. ખાદ્યતેલમાં વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલ ડબ્બો રૂ. 2800થી 2870 થયો હતો. આ પાછળ ચીનની માંગ કારણભૂત હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. સિંગતેલ છેલ્લા કેટલાય સમયથી ચાઇના સાથેના વેપાર બંધ હતો.

આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થતો જાય છે
દૂધ પછી હવે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો કરાયો છે. કોરોનાને લીધે દરેક પરિવારની સ્થિતિ બગડી છે. તેમાં દરેક વસ્તુના ભાવ વધારાથી ઘરનું બજેટ ખોરવાયું છે. આવકમાં ઘટાડો અને ખર્ચ વધતો જાય છે. જે સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બની ગયું છે. - જશોદાબહેન જાની, ગાંધીનગર

માગ કરતાં ઉત્પાદન ઓછું
દેશમાં વર્ષે દહાડે 350 લાખ ટન તેલ જોઇએ છે. તેની સામે 100થી 125 લાખ ટન તેલનું જ ઉત્પાદન થયું છે. પરિણામે 200 લાખ ટન વિદેશથી આયાત કરવું પડે છે. ત્યાં પણ કોરોનાના કારણે લૉકડાઉન તેમજ ખેડૂતોના હડતાળ વગેરે પ્રશ્નોના કારણે તેલના ભાવો આસમાને પહોંચ્યા છે. હજુ પણ ભાવ વધશે તેવું વેપારીઓને અનુમાન છે. - કિરીટ સોની, તેલ બજારના વેપારી

ડબો 3 હજાર સુધી પહોંચશે
તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારની માર્કેટ કેપ નિર્ભર પર રહે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં માટે સૌથી મોટું જવાબદાર ચીન છે. ચીન મોંઢે માગેલી કોઈ પણ કિંમતે તેલ ખરીદવા તૈયાર છે તેના કારણે ભાવમાં વધારો થવાનું તારણ અપાય છે. વર્ષના અંત સુધીમાં સિંગતેલના ડબ્બાના ભાવ 3 હજાર સુધી પહોંચી શકે છે. ભાવમાં વધારો થઈ રહ્યો છે. - સમીર પટેલ, હોલસેલ તેલના વેપારી

અન્ય સમાચારો પણ છે...