ઘાટલોડિયામાં આવેલી એક જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલું યુગલ મહિલાની નજર ચૂકવીને સોનાની ચેઇન ચોરી ગયું હતું. ચેઇન ચોર્યા બાદ બંને ભાગવા માટે દરવાજા સુધી પહોંચ્યાં હતાં, પરંતુ રિમોટથી ખૂલતો દરવાજો લોક હોવાથી એટીએમમાંથી પૈસા ઉપાડીને આવવાનું કહી દરવાજો ખોલાવ્યો હતો અને દરવાજો ખૂલતાંની સાથે જ નાસી ગયાં હતાં.
ઘાટલોડિયાના અલ્કાપુરી રો-હાઉસમાં રહેતા દિવ્યા સોની તેમના મકાનના ગ્રાઉન્ડ ફલોરમાં નેહલભાઈ દેવિકા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. 8 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે જૈનીલ સોની માર્કેટના કામથી બહાર ગયા હતા. 12.30 વાગ્યે દિવ્યાબહેન દુકાનમાં એકલા હતાં ત્યારે 40 વર્ષનો પુરુષ અને 35 વર્ષની મહિલા દુકાનમાં આવ્યા હતા. તે બંને સોનાની ચેઇન ખરીદવા માટે આવ્યા હતા. તેમણે ચેઈનની કિંમત પુછી અને પછી એટીએમમાં પૈસા લઈને આવે તેમ કહીને જતા રહ્યા હતા.
દુકાનના સીસીટીવી ચેક કરતા તે બંનેએ 75 હજારની મતાની ચેઇન ચોરી ગયા હોવાનું માલૂમ પડ્યુંં હતું. આ અંગે દિવ્યાબહેને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.