ભાવવધારો:તેલ પછી રાજાપુરી-તોતા કેરીના ભાવ બમણાં અને મસાલાના ભાવ 40 ટકા વધતાં અથાણાં મોંઘાં થશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: કેતનસિંહ રાજપૂત
  • કૉપી લિંક
હાલમાં બજારમાં અથાણાંની કેરીની આવક મોડી શરૂ થઈ છે. - Divya Bhaskar
હાલમાં બજારમાં અથાણાંની કેરીની આવક મોડી શરૂ થઈ છે.
  • ગત વર્ષે આવેલા વાવાઝોડાથી પાકને નુકસાન થતાં ભાવ વધ્યા અને આવક પણ મોડી શરૂ થઈ

હાલમાં દરેક ખાદ્યચીજોના ભાવમાં વધારો થયો છે ત્યારે આ વર્ષે ગૃહિણીઓને વર્ષભરના અથાણાં બનાવવા મોંઘા પડશે. અથાણાં માટે ઉપયોગમાં લેવાતા મસાલાની કિંમતમાં 40 ટકાનો વધારો છે, અથાણાં માટે વપરાતી રાજાપુરી અને તોતા કેરીના ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. ગત વર્ષે રાજાપુરીનો ભાવ કિલોએ રૂ.45 હતો જે વધીને આ વર્ષે રૂ.80 જ્યારે તોતા કેરીનો ભાવ 25ના બદલે રૂ.60એ પહોંચી ગયો છે. આ સાથે તેલના પણ મોંઘું થયું હોવાથી અથાણાંનું બજેટ ખોરવાયું છે. ગત વર્ષની સરખાણીએ અથાણાંમાં 30થી 50 ટકાનો વધારો થયો છે.

કમોસમી વરસાદને લીધે અથાણાં બનાવવાની કેરીનું આગમન મોડું થયું છે. અથાણાં બનાવવાની સિઝન એપ્રિલના મધ્યથી શરૂઆત થવાની જગ્યાએ મેના પ્રથમ સપ્તામાં કેરીઓ આવી છે. માધુપુરા બજારના મસાલાના વેપારી હિરેન ગાંધીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે પાંચથી સાત ટકાનો ભાવ વધતો હોય છે આ વર્ષે મસાલાના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. બીજી તરફ તેના પ્રતિકિલોએ રૂ. 50 સુધીનો વધારો થયો છે.

કિલોએ રૂ.90 સુધીનો વધારો
અથાણાંમાં વપરાતા મસાલા અને તેલના ભાવ વધતા અથાણાંના ભાવમાં વધારો કરવો પડ્યો છે. જ્યારે કેરીની સિઝન ચાલુ છે પરતું કેરી બજારમાં ખાસ જોવા મળતી નથી. ગ્રાહકોએ એડવાન્સ બુકીંગના ઓર્ડરમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે રૂ. 160ના ભાવે પ્રતિ કિલો વેચાણ કર્યું હતું. આ વર્ષે અથાણાંના ભાવ વધીને પ્રતિ કિલોના રૂ. 200 થી 250 કર્યા છે. - રીટાબહેન ચૌહાણ, અથાણાં બનાવનાર

અન્ય સમાચારો પણ છે...