MBA- MCAમાં બેઠકો ખાલી:MBA-MCA પછી માંડ 15 હજારની નોકરી મળે છે, 111 કોલેજની 14 હજાર સીટ ખાલી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • બે રાઉન્ડ પછી MBAમાં 9,690, MCAમાં 4124 બેઠકો ભરાઇ જ નહીં
  • છેલ્લાં ત્રણ વર્ષમાં એમબીએ-એમસીએની અંદાજે 30 ટકા બેઠકો ખાલી રહે છે

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ વર્ષ 2022-23 માટેની એમબીએ-એમસીએની બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ જાહેર કરી છે. એમબીએ- એમસીએમાં એવરેજ પગારની નોકરી મળતી હોવાથી બે રાઉન્ડ બાદ એમબીએ-એમસીએની 111 કોલેજોની 17,431 બેઠકોમાંથી માત્ર 3,617 બેઠકો જ ભરાઈ છે, જ્યારે 13,814 બેઠકો ખાલી રહી છે. ACPC ક્વોટાની એમબીએની 12,321 માંથી 2,631 બેઠકો ભરાઈ છે. જ્યારે એમસીએની 5,110 માંથી 986 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. બે રાઉન્ડ બાદ સરકારી - અનુદાનિત કોલેજોની ખાલી રહેલી 100 બેઠકો માટે ત્રીજો રાઉન્ડ 24મી સુધી ચાલશે.

સરકારી કોલેજોમાં 24મી સુધી ત્રીજો રાઉન્ડ

સરકારી કોલેજો

કોર્સકોલેજકુલભરાયેલ
સીટસીટ
એમબીએ9558458
એમસીએ9411381
કુલ બેઠકો18969839

​​​​​​ખાનગી કોલેજો​​​​​​

કોલેજકુલભરાયેલ
સીટસીટ
102117632173
554699605
157164622778

શોર્ટ ટર્મ કોર્સનું વલણ વધવાની અસર

એમબીએ-એમસીએમાં પ્રવેશનો ઘટતો ક્રેઝ, એમબીએ-એમસીએ કર્યા પછી એવરેજ પગાર ધોરણ મળતું હોવાના કારણે સીટો ખાલી રહે છે. ઘણાં વર્ષોથી બીબાઢાળ કોર્સ ભણાવાય છે, તેથી પીજી ડીપ્લોમા લેવલના એક વર્ષના શોર્ટ ટર્મ કોર્સમાં પ્રવેશનું વલણ વધ્યું છે. તેની અસર એમબીએ-એમસીએ પર થઇ છે. ઉપરાંત રાજ્યના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ખાસ રસ દાખવતા ન હોવાથી કોલેજોની બેઠકો ખાલી રહી છે. - ડો.રૂપેશ વસાણી, ડાયરેકટર - સાલ એજ્યુકેશન કેમ્પસ.

​​​​​​​સીટો ખાલી રહેવાનાં જવાબદાર કારણો

  • અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ દેશની જાણીતી મેનેજમેન્ટ સંસ્થામાં પ્રવેશ મેળવે છે. વિદ્યાર્થીઓ સ્થાનિક કોલેજો પસંદ કરતા નથી.
  • અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની એમબીએ-એમસીએ કોલેજોમાં વિદ્યાર્થીઓને ઓછો રસ
  • ઓછી જાણીતી કોલેજોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ 15 હજાર જેટલો જ સરેરાશ પગાર મળે છે.
  • એમબીએની સામે એક વર્ષના શોર્ટ ટર્મ કોર્સિસના આધારે સારી નોકરી મળી જાય છે.
અન્ય સમાચારો પણ છે...