તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈજનેરીમાં મુશ્કેલી થશે:ધોરણ 12માં માસ પ્રમોશન બાદ ફિઝિક્સમાં નબળા વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગના અભ્યાસમાં સરળતા નહીં રહે

અમદાવાદ4 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાર્થીએ સ્કૂલના અભ્યાસ દરમિયાન ફિઝિક્સમાં બરાબર ધ્યાન આપ્યું હશે તો એન્જિનિયરિંગ પણ સરળ લાગશે.
  • ફિઝિકસ આગળ જતા એસ્ટો ફીઝીકસ, મીકેનીકલ એન્જિનિયરીંગ સહિતની તમામ શાખાઓમાં ઉપયોગી થશે.
  • એન્જિનિયરીંગમાં પણ મેથ્સની સાથે ફિઝિક્સ ભણવું પડશે.

ધોરણ 10 બાદ હવે 12માં પણ માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ખુબ મહત્વની ગણાય છે તેના આધારે જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થાય છે અને કઈ દિશામાં આગળ વધવું તે ખબર પડે છે. પરંતુ પરીક્ષા વિના જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે તો વિદ્યાર્થીઓ હવે સ્વમૂલ્યાંકન નહીં કરી શકે અને કોઈ પણ શાખામાં પ્રવેશ મેળવશે તો વિદ્યાર્થીઓને આગળ જતા મુશ્કેલી થઇ શકે છે.

વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા ખબર નહીં પડે
ધોરણ 12 સાયન્સમાં ફિઝિકસ,કેમેસ્ટ્રી,મેથ્સ એમ 3 મહત્વના વિષય હોય છે. ફિઝિકસ અને મેથ્સ એન્જિનિયરીંગમાં ઉપયોગી છે. વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સમાં ફિઝિકસમાં સારા ગુણ મેળવી શકતો હોય તો એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવ્યા બાદ તેના માટે ભણવાનું સરળ રહેશે. પરંતુ 12 સાયન્સમાં આ વર્ષે પરીક્ષા જ યોજાઈ નથી ત્યારે હવે વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા ખબર નહીં પડે અને પરિવારની સલાહ કે મિત્રોના કહેવાથી એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવશે. એ અગાઉ ફિઝિક્સ વિષય પર ધ્યાન ના આપી શક્યો હોય તો એન્જિનિયરીંગમાં એડમીશન લીધા બાદ વિદ્યાર્થીને મુશ્કેલી થઇ શકે છે.

સાયન્સમાં વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન શું ભણ્યા છે તે કેવી રીતે નક્કી થશે.
સાયન્સમાં વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન શું ભણ્યા છે તે કેવી રીતે નક્કી થશે.

વિદ્યાર્થીઓ કેટલા પાણીમાં છે તે કેવી રીતે જાણી શકાશે?
ધોરણ 12માં ફિઝીકસ વિષયના નિષ્ણાંત સમીર ગજ્જરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બોર્ડના નિર્ણય પ્રમાણે ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.પરંતુ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન શું ભણ્યા છે તે કેવી રીતે નક્કી થશે. ધોરણ 12માં આવતા મેથ્સ અને ફિઝિકસ વિષય આગળ એન્જીન્યરીંગમાં પણ આવવાના જ છે. માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓ કેટલા પાણીમાં છે તે કેવી રીતે જાણી શકાશે.

ફિઝિકસ આગળ જતા એસ્ટો ફિઝિકસ, મિકેનિકલ એન્જિનિયરીંગ સહિતની તમામ શાખાઓમાં ઉપયોગી થશે
ફિઝિકસ આગળ જતા એસ્ટો ફિઝિકસ, મિકેનિકલ એન્જિનિયરીંગ સહિતની તમામ શાખાઓમાં ઉપયોગી થશે

ફિઝિક્સમાં હોશિયાર વિદ્યાર્થીઓને સરળતા રહેશે
કોઈ વાલી પોતાના બાળકને એન્જીન્યરીંગ ભણાવવા ઈચ્છતા હોય પરંતુ ઓનલાઈન અભ્યાસ અને પરીક્ષા ના લેવાઈ હોવાને કારણે કોન્સેપ્ટ જ ક્લીયર ના થયા હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ ભણી શકશે. ફિઝિકસ આગળ જતા એસ્ટો ફિઝિકસ, મિકેનિકલ એન્જિનિયરીંગ સહિતની તમામ શાખાઓમાં ઉપયોગી થશે. માટે સ્કૂલમાં અભ્યાસ દરમિયાન જે વિદ્યાર્થીઓ ફિઝિક્સ પર ધ્યાન આપી શક્યા હોય તેમને એન્જીન્યરીંગ સરળ લાગશે. જયારે અન્ય વિદ્યાર્થીઓને ધોરણ 12ની પરીક્ષા વિના જ એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવ્યા બાદ મુશ્કેલી થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...