શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બીએમડબ્લ્યુથી લઈને બળદ ગાડા સુધીના વાહનો મ્યુનિ. દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે નારણપુરામાં ટ્રાફિકને અડચણરૂપ રીતે ઉભેલા એક બળદ ગાડાને પણ મ્યુનિ. એસ્ટેટ વિભાગે જપ્ત કર્યું હતું. આ ઉપરાંત સાબરમતીમાં આવેલાં કેટલાંક દબાણો પણ દૂર કરવામાં આવ્યાં છે. નવા વાડજમાં અખબારનગર સર્કલ નજીક બંધ કેબિન પણ જપ્ત કરાયું છે.
દક્ષિણ ઝોનમાં લાંભા નારોલ સર્કલ વિસ્તારમાં 2 લારીઓ જપ્ત કરાઈ છે. વટવામાં પણ 4 લારી, ઇસનપુરમાં એક લારી જપ્ત કરાઇ છે. પૂર્વ ઝોનમાં અમરાઇવાડી, ગોમતીપુર વોર્ડમાં પણ કામગીરી કરાઇ છે. જેમાં ગોમતીપુરમાં જાહેર રસ્તા પર દબાણ કરેલા વાહનોને લોક મારીને ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ ઝોનમાં 26 શેડ દૂર કરી 3 લારી, 2 સાદી લારી સહિત અન્ય પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.