તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • After Listening To The Verses Of The Gita For An Hour In A Row, Even The Doctors Were Surprised And Said That They Had Never Seen Anything Like This Before.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂજ કિસ્સો:દર્દીના કંઠસ્થ ગીતા શ્લોક પઠન વચ્ચે અમદાવાદમાં ડૉક્ટરોએ ઓપન બ્રેન સર્જરી કરી; એક કલાક સળંગ ગીતાના શ્લોક સાંભળી ડૉક્ટરો પણ આશ્ચર્ય પામ્યા, બોલ્યા કે આવું પહેલાં ક્યારેય જોયું નથી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: શાયર રાવલ
બ્રેન સર્જરી દરમિયાન દર્દી દયા બુધેલિયા કંઠસ્થ ગીતા શ્લોક પઠન કરતાં હતાં. - Divya Bhaskar
બ્રેન સર્જરી દરમિયાન દર્દી દયા બુધેલિયા કંઠસ્થ ગીતા શ્લોક પઠન કરતાં હતાં.

શ્રદ્ધા હોય ત્યાં શંકા નથી હોતી. ગયા અઠવાડિયે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 36 વર્ષીય મહિલા દર્દીની મગજની સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરોએ સર્જરી કરવા ખોપડી પર ચેકો મૂક્યો ત્યાં ઓપરેશન થિયેટરમાં સંસ્કૃત શ્લોકોનો અવાજ સંભળાવા લાગ્યો. ડૉક્ટર સહિત સ્ટાફના લોકો વિચારમાં પડી ગયા કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. પાછળથી ખ્યાલ આવ્યો કે આ શ્લોક બીજું કોઈ નહીં, પણ જે દર્દી પર ગંભીર સર્જરી ચાલી રહી છે તે પોતે ગીતા પાઠ કરી રહ્યાં હતાં.

​​​​​​​

ગાંઠ મગજમાં એવી જગ્યાએ હતી જ્યાં દર્દીને કાયમી લકવો થઈ શકે

સુરતમાં રહેતાં દયા ભરતભાઈ બુધેલિયાને ખેંચ આવી હતી. તપાસ કરાવતાં તેમને મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. આ ગાંઠ મગજમાં એવી જગ્યાએ હતી, જ્યાં દર્દીને કાયમી લકવો થઈ શકે તેમ હતું. 23 ડિસેમ્બરે ન્યુરો-સર્જન ડૉ. કલ્પેશ શાહ અને તેમની ટીમે દર્દીના મગજની ગાંઠ દૂર કરવા સર્જરી આરંભી હતી. સર્જરી ગંભીર હોવાથી દર્દીને ભાન રહેવું અત્યંત જરૂરી હતું ત્યારે દર્દીએ ડૉક્ટરોને ગીતાના શ્લોક બોલવા મંજૂરી માગી હતી.

દર્દીએ ડૉક્ટરોને ગીતાના શ્લોક બોલવા મંજૂરી માગી હતી.
દર્દીએ ડૉક્ટરોને ગીતાના શ્લોક બોલવા મંજૂરી માગી હતી.

ગાંઠ કાઢવામાં સવા કલાક જેટલો સમય લાગ્યો
ન્યુરો-સર્જન ડૉ. કલ્પેશ શાહે કહ્યું હતું, 9000 કરતાં વધારે ઓપન બ્રેન સર્જરી કરી છે, પરંતુ બ્રેન સર્જરી દરમિયાન દર્દીએ સતત ગીતાના શ્લોક કંઠસ્થ બોલ્યા હોય એ આ પ્રથમ ઘટના હતી. ત્રણ કલાક ચાલેલી મગજની સર્જરીમાં ગાંઠ કાઢવા માટે સવા કલાક જેટલો સમય લાગ્યો હતો. દર્દીને અવેક એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસમાં દર્દીને રજા આપવામાં આવી હતી.

જાણે સ્વયં ભગવાન તેમની પાસે આવીને ઊભા હતા
દર્દીના પતિ ભરતભાઈએ કહ્યું હતું, બ્રેન ટ્યૂમરનું નિદાન થતાં પરિવારના બધા લોકો ગભરાઈ ગયા હતા, પરંતુ અમને ભગવાનમાં પૂરી શ્રદ્ધા હતી. દયાબેને કહ્યું, ઓપરેશન થિયેટરમાં ગીતાના શ્લોક બોલી રહ્યાં હતાં ત્યારે એવું લાગતું હતું કે સ્વયં ભગવાન તેમની પાસે આવીને ઊભા હતા. દયાબેને આગળ ઉમેર્યું, માતા-પિતાએ ગીતા જ્ઞાન મેળવવા સંસ્કાર આપ્યા હતા, તેમણે એ સંસ્કાર તેમના જોડિયા પુત્રોને આપ્યા છે.

દર્દીને ભાનમાં રાખવો કેમ જરૂરી
મોટા ભાગના લોકોને સ્પીચ એરિયા લેફ્ટ સાઈડ બ્રેનમાં હોય છે તેમજ મોટર એરિયાથી હાથ-પગનું સંચાલન થાય છે. મગજની ગંભીર સર્જરીમાં દર્દી અને ડૉક્ટરના મનમાં સ્વાભાવિક ચિંતા રહેલી હોય છે. દર્દીના મગજમાંથી ગાંઠ દૂર કરતી વખતે અવેક એનેસ્થેસિયા અપાય છે, જેથી સર્જરી દરમિયાન દર્દીની સ્પીચ અથવા હાથ-પગના હલનચલન પર તેની અસર થતી હોય તો ઓપરેશન ટેબલ પર જ ખ્યાલ આવી શકે છે અને ડૉક્ટર ત્યાં અટકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો