તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગોતામાં યુવકની હત્યા કરી લાશ બે દિવસ લઈ ફર્યો, રાજસ્થાન ફેંકી દીધી

પિંડવાડા6 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બે દિવસ પહેલાં ગોતામાં થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
 • મૃતકની પત્ની સાથે આડાસંબંધ ધરાવતા ચાંદખેડાના પ્રેમીએ માથામાં હથોડા મારી હત્યા કરી, ગણતરીના કલાકોમાં ધરપકડ

ગોતામાં રહેતા રિક્ષાચાલકની પત્ની સાથે આડા સંબંધ ધરાવતા યુવાને રિક્ષાચાલકની માથામાં હથોડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. ત્યારબાદ કારમાં લાશનો નિકાલ કરવા બે દિવસ ફર્યા બાદ રાજસ્થાનના પિંડવાડા હાઈવે પર લાશ ફેંકી દીધી હતી. રાજસ્થાન પોલીસે તપાસ હાથ ધરી આ મામલે ચાંદખેડાના યુવકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર, પીંડાવાડા હાઈવે પરથી પોલીસને એક લાશ મળી હતી, જેના મોબાઇલ અને પર્સના આધારે મૃતક શહેરના ગોતામાં રહેતો સિદ્ધાર્થ ઠાકુર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પરિવારને જાણ કરી હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયન રાજસ્થાન પોલીસે મૃતકની પત્ની હેતલનું પણ નિવેદન લીધું હતું. પોલીસે શંકાના આધારે ચાંદખેડામાં રહેતા સંજય નામના યુવકની અટકાયત કરી હતી.

સિદ્ધાર્થની પત્ની સાથે ઘણાં વર્ષોથી સંબંધ હતો
સંજયે સિદ્ધાર્થની હત્યા કર્યાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તેને ઘણા વર્ષોથી સિદ્ધાર્થની પત્ની સાથે પ્રેમસંબંધ હતો. તે તેના ઘરનો ખર્ચ પણ ભોગવતો હતો. લાૅકડાઉનમાં પણ તેણે લોન લઈ સિદ્ધાર્થને પૈસા આપ્યા હોવા છતાં તેણે ઘરે આવવાની ના પાડતા હત્યા કરી હતી. ત્યારબાદ લાશનો નિકાલ કરવા બે દિવસ કારમાં ફરતો રહ્યો અને અંતે પિંડવાડા પાસે ફેંકી દીધી હતી.

સંજયે પૈસાની લાલચ આપી હત્યા કરી હતી
આરોપી સંજયે રિક્ષાચાલક સિદ્ધાર્થને ગત 28 ઓકટોબરે પૈસા આપવાની લાલચ આપી ગોતા બોલાવ્યો હતો. જ્યાંથી તેને પોતાની કારમાં રિંગરોડ લઈ ગયો હતો. રસ્તામાં તેને નશીલી દવા ખવડાવી બેભાન કર્યા બાદ લીલાપુર પાસે રાતે 1 વાગે તેના મોંઢા પર ચાદર નાંખી હથોડાથી વાર કરી હત્યા કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો