મિશન 2022ની તૈયારી:કેજરીવાલ બાદ ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અમદાવાદ આવશે, 112 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકુલમાં બેઠક મળશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના નેતાઓને બહાર નિકળવા સૂચના આપવામાં આવશે - Divya Bhaskar
ભાજપના નેતાઓને બહાર નિકળવા સૂચના આપવામાં આવશે
  • કેજરીવાલના પ્રવાસ બાદ હવે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પાથલો જોવા મળી રહી છે.
  • પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે બેઠકો કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નવરંગપુરા ખાતે નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવતી કાલે અમદાવાદ આવી રહ્યાં છે. બે દિવસ પહેલાં પણ તેમણે ગુજરાતમાં સંગઠન મુદ્દે મુલાકાત લીધી હતી.

સરકાર અને સંગઠનના આગેવાનો સાથે બેઠકો
કેજરીવાલના પ્રવાસ બાદ હવે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પાથલો જોવા મળી રહી છે. આવતી કાલે સવારે ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ અમદાવાદ આવીને ગાંધીનગર જશે અને ત્યાં વિધાનસભા સંકુલમાં બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ 112 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંબોધન કરશે. ભાજપે મિશન 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ 2022ની વિધાનસભા ચૂંટણી અને સંગઠન તથા સરકાર વચ્ચે સંકલન સાધવા માટે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે બેઠકો કરી રહ્યા છે.

સંગઠનના આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો
સંગઠનના આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો

સંગઠનમાંથી ઝડફિયા, સરકારમાંથી કૌશિક પટેલ સાથે બેઠક કરી હતી
દેશમાં ગુજરાત સહિત આવી રહેલી 6 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 5 જૂનના રોજ યોજાઈ હતી. આ બેઠક બાદ, ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં હતાં.11 જૂનના રોજ ભૂપેન્દ્ર યાદવે કમલમ ખાતે સરકાર અને સંગઠન વચ્ચે બેઠક યોજી હતી. સંગઠનમાંથી ગોરધન ઝડફિયા અને સરકારમાંથી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ 12 જૂન વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે સરકારી બંગ્લોમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો હતો.

11 જૂને કોર કમિટીની બેઠક મળી હતી
11 જૂનના રોજ પ્રદેશ કાર્યાલય 'કમલમ્' ખાતે કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા કોર કમિટીના સભ્યો અને પ્રદેશ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજાને શાંતિથી સાંભળી સમસ્યા ઉકેલવા સૂચના આપવામાં આવશે
પ્રજાને શાંતિથી સાંભળી સમસ્યા ઉકેલવા સૂચના આપવામાં આવશે

15મી જૂને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
આગામી 15મી જૂને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાનાર છે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે. જેમાં ભાજપના નેતાઓને બહાર નિકળવા સૂચના આપવામાં આવશે. કોરોનાની મહામારીમાં પ્રજામાં રોષ ભડકે તો શાંતિથી સાંભળી ઉકેલવાનું માર્ગદર્શન આપવામાં આવશે.ભાજપના નેતાઓને બહાર નીકળી પ્રજાને શાંતિથી સાંભળી સમસ્યા ઉકેલવા સૂચના આપવામાં આવશે.