તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિકરી સાથે પુનઃમિલન:પુત્રીને જન્મ આપ્યા બાદ માતાને કોરોના થયો, ફેફસાનો 85 ટકા ભાગ વાયરસથી ક્ષતિગ્રસ્ત હતો, માતાના જુસ્સા સામે કોરોના હાંફ્યો

અમદાવાદ6 દિવસ પહેલા
મારી નવજાત બાળકીને જોઇ શકવા સક્ષમ બની છુંઃ મેઘનાબેન
  • મારી બાળકીને માતાનો સ્નેહ આપવા આતુરતાથી રાહ જોઇ રહી છુંઃ માતા મેઘનાબેન
  • સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે 2500થી વધુનો સ્ટાફ કાર્યરત

કોરોના વાયરસના સંક્રમણથી અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે. અનેક પરિવારો વિખુટા પડી ગયાં છે. ત્યારે અમદાવાદમાં એક નવજાત પુત્રી અને તેની માતાને પણ કોરોનાએ અલગ કરી દીધાં હતાં. પરંતુ તબીબોની મહેનત અને જુસ્સાના કારણે ફરીવાર માતા અને પુત્રીનું મિલન થયું છે. માતાને કોરોના થયો હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. પરંતુ પુત્રીનું વ્હાલ માતાની તાકાત બન્યું અને કોરોના સામે તેઓ અડીખમ રહ્યાં અને અંતે સ્વસ્થ થઈને ફરીવાર પોતાની પુત્રી પાસે પહોંચ્યા હતાં.

માતાને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂને દિકરીને જન્મ આપ્યો હતો.આ તેમનું બીજુ બાળક છે. સમગ્ર પરિવારમાં ખુશહાલીનો માહોલ હતો. હજુ તો આ ઉત્સવ ઉજવવાનો બાકી હતો ત્યારે બીજા જ દિવસે મેધનાબેનને કોરોનાના લક્ષણો જણાઇ આવ્યા. જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જે પોઝીટીવ આવ્યો. વળી 30 ટકા જેટલા ફેફસા પણ કોરોનાથી ક્ષતિગ્રસ્ત થયા હતા. જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડેડ 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેઓની સધન સારવાર શરૂ કરવામાં આવી.

અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂને દિકરીને જન્મ આપ્યો હતો
અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂને દિકરીને જન્મ આપ્યો હતો

ફેફસાનો 85 ટકા ભાગ વાયરસથી ક્ષતિગ્રસ્ત બન્યો
સારવાર દરમિયાન માતાના શરીરમાં વાયરસનુ સંક્રમણ એટલી ઝડપે વધી રહ્યુ હતું કે ફક્ત બે જ દિવસમાં ફેફસાનો 85 થી 90 ટકા ભાગ વાયરસથી ક્ષતિગ્રસ્ત બન્યો જીંદગી અને મોત વચ્ચે સંગ્રામ ખેલી રહેલી આ માતા જીવન જીવવાની આશા છોડી જ ચૂકી હતી. પરંતુ બીજી તરફ નવજાત બાળકી જેણે હજુ તો આ ઘરતી પર પગ મૂક્યો છે તે મેધનાબેનની ઘરે પરત ફરવાની રાહ જોઇ રહી છે,માતાના ખોડામાં માથુ રાખી સૂવા માટે ઝંખના સેવી રહી હતી.

1200 બેડની હોસ્પિટલમાં સારવાર શરુ કરવામાં આવી
1200 બેડની હોસ્પિટલમાં સારવાર શરુ કરવામાં આવી

છ દિવસની સારવાર બાદ માતાએ કોરોનાને હરાવ્યો
મેધનાબેન દેદૂને જીવન અને મરણ વચ્ચેનો આ સંગ્રામ અને કાળમૂખા કોરોના સામેનો જંગ અતિ ગંભીર બન્યો હતો. છ દિવસની સધન સારવાર અને હોસ્પિટલના સ્ટાફની દિવસ રાતની મહેનત અને પ્રોગ્રેસીવ સારવાના કારણે મેધનાબેન દેદૂને કોરોના હંફાવ્યો. મેધનાબેન દેદૂન કહે છે કે, 'સિવિલ હોસ્પિટલના તબીબો અને અહીંના તમામ સ્ટાફ મિત્રોની દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને દેખરેખના કારણે જ આજે હું ઘરે પરત ફરીને મારી નવજાત બાળકીને જોઇ શકવા સક્ષમ બની છું. મારી બાળકીને માતાનો સ્નેહ આપવા આતુરતાથી રાહ જોઇ રહી છું.

મેઘના બેનને આ બીજુ બાળક છે
મેઘના બેનને આ બીજુ બાળક છે

સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં તહેનાત
સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, 'સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે કામ કરી રહેલા 2500 થી વધુ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં તહેનાત છે. આ તમામ સ્ટાફમિત્રોના અથાગ પરિશ્રમના કારણે જ મેધનાબેન દેદૂનની સફળ સારવાર જેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે.જેમા અતિગંભીર સંક્રમણથી સંક્રમિત થયા બાદ પણ ઘણાંય દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો