યુવાન દિકરો કે દિકરી ચોરી કરે તો તેને ઠપકો આપી આવું કૃત્ય નહીં કરવાની સલાહ આપવાના બદલે કણભાના પરિવારે તેનો સપોર્ટ કર્યો હતો. 20 વર્ષના દિકરાએ પડોશીનું પર્સ ચોર્યું તો માતા-પિતાએ તેમાંથી રૂપિયા લઇને દેવું ચુકવવાની કવાયત શરૂ કરી હતી. ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પરિવારન ઝડપી લીધું હતું. આ પરિવાર પોલીસના હાથે ઝડપાય તે પહેલા તેણે ચોરીના 12 લાખમાંથી નવ લાખથી વધુ રૂપિયા સગેવગે કરી દીધા હતા. તો અન્ય બનાવમાં સરખેજ મકરબા નવા બનતા ઓડાના મકાન પાસેના પાન પાર્લર પર સામાન્ય બાબતે સંબંધી ઝઘડ્યા હતા. જેમાં સામ સામે છરીથી હુમલો કરતા બે વ્યક્તિઓને માથામાં ઇજા પહોચી હતી. આ અંગે સરખેજ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ફલેટની સીડી ઉતરતા પાડોશીના ફલેટનો દરવાજો ખુલ્લો જોયો
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ કણભા, બીલાસીયા સર્કલ રીંગ રોડ ખાતેના શિલ્પસૃષ્ટ ફલેટમાં દિકરા રાજકુમાર અને પત્ની પારસબેન સાથે રહેતા પ્રવિણ સેનને થોડા સમયથી દેવું થઇ ગયું હતું. જેને કારણે પરિવાર ચિંતામાં હતો. ત્યારે જ લગભગ વીસેક દિવસ પહેલા તેમનો દિકરો રાજકુરમાર પોતાના ફલેટની સીડી ઉતરતો હતો. ત્યારે જ પાડોશીના એક ફલેટનો દરવાજો ખુલ્લો હતો અને દરવાજા પાસે એક બેગ પડી હતી.
માતા-પિતાએ દિરકાને બુલેટ અપાવવાનો પ્લાન ઘડ્યો
આ તકનો લાભ લઈ રાજકુમારે બેગ ચોરી લીધી હતી. રાજકુમાર ચોરીની બેગ લઇને પોતાના ઘરે ચાલ્યો ગતો હતો. બેગમાથી 12 લાખ રોડકા મળી આવ્યા હતા. આ પૈસાથી પોતાનું દેવું ચુકવી દેવાની તેમણે તૈયારી કરી દીધી હતી. જ્યારે દિરકાને બુલેટ અપાવવાનો પ્લાન પણ માતા-પિતાએ ઘડ્યો હતો. આ પરિવારે લગભગ નવ લાખથી વાધારે રૂપિયા સગેવગે કરી દીધા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને 2.64 લાખ સાથે ઝડપી લીધા છે.
મકરબા ખાતે પાનના ગલ્લા પર સામાન્ય બાબતે છરીથી હુમલો
પહેલા પક્ષની ફરિયાદ મુજબ
સરખેજના મકરબા ખાતે આવેલી અલીબાવાની દરગાહની નજીક અફજલખાન પઠાણ પરિવાર સાથે રહે છે અને છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 14મી માર્ચના રોજ સવારના નવ વાગ્યે માસા અનવરખાનના મકરબા ઔડાના મકાન નજીકના પાન પાર્લર પર અફઝલખાન પહોચ્યો હતો. તે દરમિયાનમાં તેમની પાસે બાઇક ફેરવવા માટે માંગ્યુ, પરંતુ તેમણે ના પાડી અને તે બાબતે થોડો ઝઘડો થઇ ગયો હતો. આ સમયે બાબાખાન કમજીખાન પઠાણ એ તેનો ભાઇ હૈદરખાન પઠાણ બંને આવી અફજલખાનને ગોળો બોલવા લાગ્યા હતા. બાબાખાન વધુ ઉશ્કેરાઇ જતાં તેણે ખીસ્સામાંથી છરી કાઢી અફજલખાનને માથાના પાછળના ભાગે મારી દેતા લોહી નિકળવા લાગ્યું હતું. આસપાસના લોકો વચ્ચે પડ્યા હતા અને તેમને સારવાર માટે ખસેડ્યા હતા. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
બિજા પક્ષની ફરિયાદ મુજબ
આ અંગે સામે અનવરખાન પઠાણે પણ ફરિયાદ નોધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાળીનો દિકરો અફજલખાન પઠાણે લોખંડના સળીયા માંગ્યા હતા, પરંતુ તેને ના પાડતા તેણે ઝઘડો કરી જતો રહ્યો હતો. બાદમાં 14મી માર્ચના રોજ સવારે આવી ગાળો બોલવા લાગ્યો હતો. તેને ગાળો બોલાવી ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને ખીસ્સામાંથી છરી કાઢી અનવરખાનને માથાના ભાગે મારી દેતા ઇજા થઇ હતી. અનવરખાનને છોડાવવા આવેલા હૈદરખાન અને તેની પત્નીને પણ પથ્થર મારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશેનમાં સામ સામે ક્રોસ ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.