તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપાણીની સંવેદનાને સો-સો સલામ:વડોદરામાં મૂર્છા આવી, સ્વસ્થ થઈ સ્ટેજ પરથી ઉતરતા સિક્યુરિટીની સલામનો શાલીનતાથી હસ્તા મોઢે આપ્યો જવાબ

અમદાવાદ16 દિવસ પહેલા
 • અત્યંત સ્ટ્રેસમાં આવ્યા બાદ પણ રૂપાણીએ વડોદરામાં સ્ટેજ છોડતાં પહેલાં દાખવેલી સજ્જનતા સહુના દિલની સ્પર્શી ગઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે વડોદરામાં મ્યુનિ. ચૂંટણીની પ્રચાર સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડસુગર ડાઉન થતાં મૂર્છિત થઈ ગયા હતા. સ્ટેજ પર જ તેમના કાફલાના તબીબે ચકાસીને તેમને ગ્લુકોઝનો ડોઝ આપ્યો અને પંદરેક મિનિટમાં તેઓ ઓકે થઈ ગયા હતા. જો કે, તકેદારીના ભાગરૂપે રૂપાણી તાત્કાલિક સ્ટેજ પરથી એરપોર્ટ રવાના થયા તે સમયે એક એવી ઘટના બની કે જેના વિડિયોએ સહુના હૃદયને સ્પર્શી લીધો હતો. અચાનક આવેલી મૂર્છા બાદ ભારે સ્ટ્રેસ વચ્ચે સ્ટેજ છોડીને જતી વેળાએ પણ રૂપાણીએ સસ્મિત ચહેરે સિક્યુરિટી જવાનની સલામનો હસતા મોઢે જવાબ આપ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વિડિયો ખાસ્સો વાઈરલ થયો હતો.

12 સેકન્ડના વિડિયોમાં જમીન સાથે જોડાયેલી માણસાઈ દેખાઈ
વિજય રૂપાણીની સજ્જનતાનો પરિચય કરાવતો આ ફક્ત 12 સેકન્ડનો વિડિયો અત્યારે ખૂબ વાઈરલ થયો છે. તેની શરૂઆતમાં વડોદરામાં સ્ટેજ પરથી રૂપાણી સિક્યુરિટી ગાર્ડની સાથે ઉતરતા જોવા મળે છે. તેમના ચહેરાના હાવ-ભાવ સ્પષ્ટ કહી જાય છે કે તેમની હાલત સ્થિર નથી અને હજી પણ સ્ટ્રેસમાં છે. સ્ટેજ પરથી ઉતરતા છેલ્લા પગથિયે જ એક ગણવેશધારી પોલીસ અધિકારી મુખ્યમંત્રીને સલામ કરે છે ત્યારે રૂપાણી તેમની સામે સસ્મિત ચહેરે જુએ છે અને જવાબમાં સેલ્યુટ કરે છે. આ બાબતને આ વિડિયોમાં સૌથી વધુ બિરદાવવામાં આવી છે.

આ પણ વાંચો- મુખ્યમંત્રી સ્ટેજ પરથી ઢળી પડ્યા ત્યારે જો આ જવાન સમયસર ન આવ્યો હોત તો તેઓ સીધા જ નીચે પટકાયા હોત

અકસ્માત સમયે કોન્વોયની એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને હોસ્પિટલે પહોંચાડ્યો ત્યારની તસવીર
અકસ્માત સમયે કોન્વોયની એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને હોસ્પિટલે પહોંચાડ્યો ત્યારની તસવીર

રૂપાણી સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે નામના મેળવી ચૂક્યા છે
આમેય વિજય રૂપાણીની ગણના એક ઉમદા વ્યક્તિ, સંવેદનશીલ અને શાલીન મુખ્યમંત્રી તરીકે થાય છે. સહુને યાદ હશે કે હજી બે વર્ષ અગાઉ મુખ્યમંત્રી ગાંધીનગર પાસેથી પોતાના કોન્વોયમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર એક અકસ્માત થયો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ એમ્બુલન્સની રાહ ન જોતાં પોતાની કોન્વોયની એમ્બુલન્સને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા મોકલી આપી હતી. આમ, રૂપાણી અગાઉ ઘણા પ્રસંગે પોતાની સંવેદનશીલતાનો પરિચય આપી ચૂક્યા છે.

ભાનમાં આવ્યા બાદ તુરંત જ જવાનને સામી સલામી આપી ત્યારની તસવીર.
ભાનમાં આવ્યા બાદ તુરંત જ જવાનને સામી સલામી આપી ત્યારની તસવીર.

રવિવારે ચક્કર આવ્યા, સોમવારે કોરોનાગ્રસ્ત થયા
​​​​​​​14 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતાં મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીની તબિયત સારી થઈ ગઈ હતી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે, જેને પગલે થાક અને તણાવને કારણે બ્લડ સૂગર ઘટી ગયું હતું. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનને કારણે તેમને ચક્કર આવ્યાં હતાં. ત્યાર બાદ સોમવારની સવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે હાલ તેઓ સારવાર હેઠળ છે.

મુખ્યમંત્રી વડોદરામાં 14 ફેબ્રુઆરીએ સ્ટેજ પર ઢળી પડ્યા ત્યારનું દ્રશ્ય.
મુખ્યમંત્રી વડોદરામાં 14 ફેબ્રુઆરીએ સ્ટેજ પર ઢળી પડ્યા ત્યારનું દ્રશ્ય.

મુખ્યમંત્રી એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે: નીતિન પટેલ
મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ તેમના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબિયત સારી છે. સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે. મુખ્યમંત્રીને ડાયાબીટિસ કે બીપીની કોઈ તકલીફ નથી.

આ પણ વાંચો- CM રૂપાણીએ છેલ્લા 5 દિવસમાં 7 જાહેર કાર્યક્રમ કર્યા, સી.આર.પાટીલ, નીતિન પટેલ, પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ, સહિતના નેતાઓ અને BAPSના સંતોના સંપર્કમાં આવ્યા

આ પણ વાંચો- ​​​​​​​CMના સંપર્કમાં આવેલા MP વિનોદ ચાવડા અને ભીખુ દલસાણિયા પણ કોરોનાગ્રસ્ત, મંત્રીઓ, હોદ્દેદારોના ટેસ્ટ થશે, રૂપાણીના સ્વાસ્થ્ય માટે અમિત શાહે પ્રાર્થના કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો