તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પતિ સાથે પિઝા ખાધા બાદ બેડરૂમમાં જઈને પત્નીએ ગળાફાંસો ખાઈ લીધો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુકુલ વિસ્તારમાં સપ્તક-2માં આવેલા પિયરમાં આપઘાત કર્યો
  • સેટેલાઇટના વેપારીની પત્ની 1 વર્ષથી ડિપ્રેશનની દવા લેતી હતી

સેટેલાઇટમાં રહેતા ફેક્ટરી માલિક પત્નીને લઈને સાસરીમાં ગયાં હતાં જ્યાં પત્નીએ ઓનલાઇન પિઝા મગાવ્યા બાદ સાથે બેસીને ખાધા હતા. થોડીવાર પછી પત્ની વોશરૂમ જવાના બહાને બેડરૂમમાં ગઈ અને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. એક વર્ષથી પત્ની ડિપ્રેશનની દવા લેતી હોવાનું પતિએ પોલીસને જણાવ્યું હતું.

ગુરુકલમાં સપ્તક-2માં રહેતા બિરજુ પટેલની પુત્રી રિદ્ધિના લગ્ન 2016માં શેલ્બી હોસ્પિટલ પાસેના પાર્થ બંગ્લોઝમાં રહેતા ઈશાન સાથે થયાં હતાં. ઈશાનની વટવા જીઆઈડીસીમાં નંદ કેમિકલ નામની ફેક્ટરી છે. સોમવારે બપોરે 3 વાગ્યે રિદ્ધિ અને ઇશાન સપ્તક-2 ખાતે ગયાં હતાં. જ્યાં રાતે 8 વાગ્યે રિદ્ધિએ ઓનલાઇન પિઝા મગાવ્યા હતા. પિઝા ખાધા પછી 9.30 વાગ્યે રિદ્ધિ વોશરૂમ જવાનું કહીને ગઈ હતી. લાંબા સમય સુધી રિદ્ધિ પાછી નહીં આવતા ઈશાન બેડરૂમમાં તપાસ કરવા ગયો હતો, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. આથી ઈશાને આસપાસના લોકોને ભેગા કરીને માસ્ટર બેડરૂમનો દરવાજો તોડીને જોયું તો રિદ્ધિ દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં હતી.

5 વર્ષનો લગ્નગાળો હોવાથી ACP તપાસ કરશે
10 વર્ષ કરતાં ઓછા લગ્ન ગાળામાં જો કોઈ પરિણીતા આત્મહત્યા કરી લે તો તેવા કિસ્સામાં તપાસ એસીપીને સોંપવામાં આવે છે. રિદ્ધિની આત્મહત્યાની ઘટનામાં પણ તેના લગ્નને પોણા પાંચ વર્ષ થયો હોવાથી આ કેસની તપાસ પણ એ ડિવિઝન એસીપીને સોંપવામાં આવી છે.

રિદ્ધિએ બપોરે જ બધાં સગાંને ફોન કર્યાં હતા
ઇશાન અને રિદ્ધિ બપોરે 3 વાગ્યે રિદ્ધિનાં પિયર ગયા હતા. ત્યાં ગયા બાદ રિદ્ધિએ તેના ઘણા બધા સગાંસંબંધીઓ સાથે ફોન પર વાત કરી હતી તેવું ઈશાને પોલીસને જણાવ્યું હતું. આમ છતાં તેની ખરાઈ કરવા માટે પોલીસે રિદ્ધિનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો.

આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ
ઈશાને જણાવ્યું કે, રિદ્ધિ ડિપ્રેશનથી પીડાતી હતી. જોકે ઈશાન સાચું બોલે છે કે નહીં તે જાણવા પોલીસ રિદ્ધિના ડોક્ટરની પૂછપરછ કરશે તેમ જ રિદ્ધિ કઈ દવા લેતી હતી અને શા માટે લેતી હતી તેની પણ તપાસ કરશે. જોકે હાલમાં રિદ્ધિની આત્મહત્યાનું કારણ અકબંધ જ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...