તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીમાં દર્દીની નજીક રહીને સારવાર કરતાં કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને કોરોનાનું સંક્રમણ લાગવાનો સૌથી વધુ ખતરો હોય છે. છેલ્લા 9 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં 480 કોરોના વોરિયર્સ કોરોનાના સંક્રમણનો ભોગ બન્યાં છે, જેમાંથી 65 ટકા ડોક્ટર છે. અત્યાર સુધીમાં 1 હેડ નર્સ, 1 લેબ ટેકનિશિયન અને 2 વર્ગ-4 કર્મચારી સાથે મળીને કુલ 4 કોરોના વોરિયર્સના મૃત્યુ થયા છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.જયપ્રકાશ મોદી જણાવે છે કે, માર્ચથી ઓક્ટોબર સુધીના પ્રથમ તબક્કામાં 270 ડોક્ટરો સંક્રમિત થયાં હતાં. જયારે નવેમ્બરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતાં 1 જ મહિનામાં વધુ 50 ડોક્ટરો મળીને કુલ 330 ડોક્ટરોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. એટલે કે પ્રથમ તબક્કા કરતાં બીજા તબક્કામાં વધુ કોરોના વોરિયર્સ સંક્રમિત થયાં છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 298 કેસ નોંધાયા હતા અને 13 દર્દીના મૃત્યુ થયા હતા. દિવાળી પછી અત્યાર સુધી માત્ર બીજી વખત કેસનો આંકડો 300ની નીચે ગયો છે. કેસની સમીક્ષાને આધારે મ્યુનિ.એ વધુ પાંચ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ મૂક્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 314 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
માર્ચથી ઓક્ટોબરના પ્રથમ તબક્કામાં 270 ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો હતો
અમદાવાદમાં માર્ચથી નવેમ્બર સુધીમાં ડોક્ટરો અને સ્ટાફ મળીને 480 કોરોના વોરિયર્સ સંક્રમિત થયાં છે. માર્ચથી ઓક્ટોબર સુધીના પ્રથમ તબક્કામાં 270 ડોક્ટરો અને મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ મળીને અંદાજે 400 કોરોના વોરિયર્સ સંક્રમિત થયાં હતા. પરંતુ, દિવાળી બાદ કોરોનાના બીજા તબક્કામાં નવેમ્બરમાં જ 50 ડોક્ટરો સંક્રમિત થયા છે.
ચેપને લીધે હોસ્પિટલના સંખ્યાબંધ સિનિયર ડોક્ટરોએ દાખલ થવું પડ્યું
માર્ચથી ઓક્ટોબર સુધીમાં સંક્રમિત થયેલા સિવિલના કોરોના વોરિયર્સમાં મોટેભાગે રેસિડેન્ટ ડોક્ટરો અને મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ હતો.પરંતુ, દિવાળી પછી કોરોનાના કેસ વધતાં ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીથી ઉભરાઇ હતી. હોસ્પિટલના સિનિયર ડોક્ટરો સંક્રમિત થયા છે, કેટલાક ડોક્ટરો અને સ્ટાફ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ તેમજ હોમ આઇસોલેશનમાં છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.