તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યભાસ્કરના અહેવાલની અસર:અમદાવાદના કોર્પોરેટરોના બજેટમાંથી 5-5 લાખની કોરોના માટે ફાળવણી, 50 નંગ વેન્ટીલેટર અને અન્ય સાધનો ખરીદી શકશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે અને દરરોજ 12 હજાર જેટલા કેસ નોંધાય રહ્યા છે. તેમાં પણ અમદાવાદ તો કોરોના હોટસ્પોટ બની ગયું છે. જેને પગલે ખાનગી હોસ્પિટલ કે ઘરે હોમ આઈસોલેશનમાં દર્દીઓને ઓક્સિજન મળી રહ્યાં નથી, ત્યારે પ્રજાની સેવા બે મહિના પહેલા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એવા કોર્પોરેટરો નિષ્ક્રિય રહ્યાં હતાં.

શહેરના મેયર, ચૂંટાયેલી પાંખ અને કોર્પોરેટરો ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં ઉણા ઉતર્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સુવિધાઓ અને વોર્ડમાં પ્રજાની સેવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. બાંકડા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તો ઓક્સિજન માટે કેમ ગ્રાન્ટ નથી ફાળવવામાં આવતી તે અંગેનો Divyabhaskarએ 9 દિવસ પહેલા અહેવાલ પ્રકાશિત કર્યા બાદ મેયર કિરીટ પરમાર અને તેમની ચૂંટાયેલી પાંખ જાગી છે.

9 દિવસ પહેલાનો દિવ્યભાસ્કરનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

હેલ્થ વિભાગ ઝડપથી વેન્ટીલેટર અને મેડિકલ સાધનો ખરીદશે
આજે(4 મે) સાંજે સત્તાવાર રીતે મીડિયાને બોલાવી મેયર કિરીટ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં કોર્પોરેશન દ્વારા કામગીરી માટે અનેક પગલાં લેવામાં આવે છે, ત્યારે ભાજપના 159 જેટલા કોર્પોરેટરોના બજેટમાંથી 5-5 લાખ અને મેયરને સ્પેશિયલ બજેટમાંથી રૂ. 16 લાખ એમ મળી કુલ 8.11 કરોડ રૂપિયા કોરોના માટે ફાળવ્યા છે. આ રકમ 50 નંગ વેન્ટિલેટર તેમજ અન્ય તબીબી સાધનો ખરીદવા માટે ફાળવવામાં આવી છે અને હેલ્થ વિભાગ દ્વારા ઝડપથી ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે.

અત્યાર સુધી કોર્પોરેટરો અને મેયરે ફોટો સેશન જ કર્યા
​​​​​​​​​​​​​​જ્યારે કોરોના ઝડપથી વધતો હતો અને દર્દીઓને ઓક્સિજનની વધુ માગ હોય તો લોકો સુધી પહોંચાડવામાં વિવિધ સંસ્થાઓ અને લોકો મદદે આવી હતી. કોર્પોરેટરો કે મેયર સહિતના હોદ્દેદારો તો માત્ર અલગ અલગ જગ્યાએ જઈ ફોટો સેશન જ કર્યું હતું.

શહેર અને જિલ્લામાં 4700થી વધુ નવા કેસ અને 23ના મોત
અમદાવાદ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 4,754 નવા કેસ સામે આવ્યા છે અને 4,648 દર્દી સાજા થયા છે. તે અગાઉ સતત દસ દિવસ 5 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે 23ના મોત થયા છે. સાથે જ મૃત્યુઆંક 3,016 થયો છે. 3 મેની સાંજથી 4 મેની સાંજ સુધીમાં શહેરમાં 4693 અને જિલ્લામાં 61 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 4608 અને જિલ્લામાં 40 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 22ના અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 185,436 થયો છે. જ્યારે 113,907 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3,016 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો