કોરોના સામે જંગ:અમદાવાદમાં ધનવંતરી બાદ હવે 104 એમ્બ્યુલન્સ યોજનાનો પ્રારંભ, ઘર બેઠા અપાશે આરોગ્ય સુવિધા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • જે લોકો અશક્તિ કે અન્ય કોઇ કારણે દવાખાને કે ધવનંતરી રથ સુધી ન જઇ શકે તેમના માટે આ સુવિધા
  • શહેરમાં આ સુવિધા હેઠળ 40 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત

અમદાવાદ શહેરમાં ધનવંતરી રથ બાદ હવે નવી આરોગ્ય સેવા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આદેશ અનુસાર શહેરમાં 104 એમ્બ્યુલન્સ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તાએ જણાવ્યું છેકે, જે લોકો અશક્તિના કારણે દવાખાને કે ધવનંતરી રથ સુધી ન જઇ શકે તેમના માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ તેમને ઘરે જઇને આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે. શહેરમાં 40 જેટલી એમ્બ્યુલન્સ પેરા મેડિકલ સ્ટાફ અને દવાઓ સાથે કાર્યરત છે.
1 લાખથી વધુ લોકોએ ધનવંતરીનો લાભ લીધો
અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલો ધનવંતરી આરોગ્ય રથ અંગે અધિક મુખ્ય સચિવે જણાવ્યું છેકે, શહેરમાં કુલ 87 જેટલા ધનવંતરી રથ કાર્યરત છે. આ રથ અલગ-અલગ વિસ્તારોમાં આવેલી સોસાયટી, ફ્લેટ અને ચાલીમાં ફરે છે. શરદી, તાવ, ઉધરસના દર્દીઓની તપાસ અને વિનામૂલ્યે દવા આપવામાં આવે છે. અત્યારસુધીમાં 1 લાખથી વધુ લોકોએ આ રથનો લાભ લીધો છે.  

અન્ય સમાચારો પણ છે...