દુષ્કર્મ:ઈન્સ્ટા પર સંપર્ક બાદ લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી કુકર્મ કર્યું, સરખેજના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઓનલાઈન ચેટિંગ બાદ બંને પ્રેમમાં પડ્યા

દાણીલીમડામાં ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલી 19 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દાણીલીમડામાં રહેતી અને કોલેજ કરતી 19 વર્ષીય યુવતિ ફેબ્રુઆરી 2022માં સરખેજના અરબાજ પઠાણના સંપર્કમાં આવી અને બન્ને જણા એકબીજાની સાથે ચેટિંગ કરતા હતાં. ધીમે-ધીમે બન્ને વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમ સબંધ બંધાયો હતો. પ્રેમી અરબાઝે પ્રેમીકાને લગ્નની લાલચ આપી પેરેડાઇઝ હોટલમાં લઇ શરીરસુખ માણ્યું હતું, ત્યારબાદ પ્રેમી અરબાઝ યુવતિને લગ્નની લાલચ આપીને અવાર-નવાર દુષ્કર્મ ગુજારતો હતો.

યુવતી ઘણા સમયથી લગ્નની વાત કરતી હતી પરંતુ અરબાઝ ગલ્લાં-તલ્લાં કરતો અને છેલ્લા એક મહિનાથી યુવતી સાથેે સબંધ તોડી નાખી તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધુ હતું. આથી યુવતીએ દુષ્કર્મ ગુજારનાર અરબાઝ વિરુધ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...