તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After BJP, Congress Also Started Preparations For Elections, Lunch Diplomacy Meeting To Be Held At Former Opposition Leader Paresh Dhanani's Bungalow

મિશન 2022ની તૈયારી:કોંગ્રેસની બેઠકમાં આગામી ચૂંટણીને લઈ આક્રમણ વલણ અપનાવવા તેમજ મોંઘવારીના મુદ્દે કાર્યક્રમો યોજવાનું નક્કી થયું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ( ફાઈલ ફોટો)
  • પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, દિપક બાબરીયા, શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતાં.
  • ઘણા લાંબા સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિમણૂંક હજીય બાકી.

ગુજરાતમાં કોરોના નિયંત્રિત થતાં જ રાજકીય બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની અમદાવાદ મુલાકાત બાદ ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ મંથન શરુ કરી દીઘું છે. આજે બપોરે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે લંચ ડિપ્લોમસી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસની બેઠકમાં કોરોના અને મોંઘવારી મુદ્દે કાર્યક્રમો યોજવા તેમજ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને આક્રમક વલણ અપનાવવાની ચર્ચાઓ થઈ હતી. તે ઉપરાંત ચૂંટણી મુદ્દે જાતિગત સમીકરણો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસમાં નવા ચહેરાઓની નિમણૂક થઈ શકે
ઘણા લાંબા સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ રાજીનામાં આપી દીધાં હતાં, પરંતુ હજુ સુધી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે નવા ચહેરાઓ મૂકવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છેઃ કોંગ્રેસ
આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છેઃ કોંગ્રેસ

કેજરીવાલના આક્ષેપ પર કોંગ્રેસના જવાબ
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ અરવિંદ કેજરીવાલના આક્ષેપો પર કહ્યું, મંદી, મોંઘવારી અને મહામારીમાં સપડાયેલ દેશની જનતા માટે આશ્વાસનના બે શબ્દ ન બોલનાર દિલ્હીના મુખ્યમંત્રી કોંગ્રેસ પર આક્ષેપ કરવાની રાજનીતિ કરે છે. આક્ષેપ કરવા એ આમ આદમી પાર્ટીનો સ્વભાવ છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ભાજપને ફાયદો કરાવવા તે ગુજરાત આવ્યા છે. કેજરીવાલ ખેડૂત અને શિક્ષણ આરોગ્ય મુદ્દે ચુપ રહ્યા. કોંગ્રેસ સતત ભાજપ સામે લડતી આવી છે. કોંગ્રેસ જનતાની રાજનીતિ કરે છે.

પ્રદેશ પ્રભારી-પ્રમુખની પસંદગીમાં વિલંબની શક્યતા
રાજસ્થાનમાં સચિન પાઇલટે તેમની માગણી સ્વીકારવા પોકારેલા બંડનો ઉકેલ કોંગ્રેસ માટે પ્રથમ અગ્રતા છે. આવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાનો મુદ્દો 11 જૂન સુધીમાં ઉકેલવાની મોવડી મંડળની ગણતરી ઊંધી પડી છે. હવે આગામી એકાદ સપ્તાહમાં કોઈ ઠોસ ઉકેલ આવે તેવી શક્યતા રાજકીય સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આથી ગુજરાતનો મામલો હાલ બે દિવસમાં ઉકેલાવાની શક્યતા નથી. હજુ ઓછામાં ઓછું એકાદ સપ્તાહ થઈ શકે છે. રાજસ્થાનનો મામલો વધુ ગૂંચવાશે તો ગુજરાતનો મામલો ઉકેલવામાં પણ વધુ સમય લાગી શકે છે તેમ સૂત્રોનું કહેવું છે.

સત્તાધારી પક્ષ ભાજપે પણ મનોમંથન શરૂ કરી દીધું છે
સત્તાધારી પક્ષ ભાજપે પણ મનોમંથન શરૂ કરી દીધું છે

ભાજપમાં પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં મંત્રીઓની બેઠક
ગુજરાત ભાજપના પ્રભારી ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં પક્ષના સંગઠન હોદ્દેદારો તથા તમામ ધારાસભ્યો અને સાંસદોની એક બેઠક યોજાશે. આ બેઠકમાં સૌપ્રથમ રાજ્યમાં સરકારની કોરોના તથા વેક્સિનેશન કામગીરી અને વાવાઝોડા સમયે તંત્રએ જે કામગીરી કરી છે ેની ઝલક અપાશે. ઉપરાંત ખાસ કરીને વેક્સિનેશનમાં ઝડપ લાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમના મતવિસ્તારમાં વધુ સક્રિય થવા જણાવાશે.

ભાજપના નેતાઓ હવે પ્રજાના દિલ જીતવા નીકળશે
ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતાં જ વેપાર-ધંધાની સાથે રાજકીય ગતિવિધિઓ પણ તેજ બનવા લાગી છે, ખાસ કરીને સત્તાધારી પક્ષ ભાજપે પણ મનોમંથન શરૂ કરી દીધું છે, જેમાં કોરોનાની પરિસ્થિતિમાં પ્રજાના રોષનો ભોગ બન્યા બાદ હવે ઇમેજ સુધારવાની સાથે પ્રજાનું દિલ જીતવા માટે પક્ષના ધારાસભ્યોની આજે મળનારી બેઠકમાં ખાસ ચર્ચાવિચારણા અને માર્ગદર્શન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...