રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સર્વોચ્ચ કહી શકાય તેવી બેઠક અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS) આગામી 11થી 13 માર્ચ દરમિયાન અમદાવાદ નજીક પીરાણાનાં સતપંથ મંદિર સંકુલમાં મળવા જઇ રહી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતિની સરકાર 1995માં આવ્યા પછી પ્રથમ વખત આ સર્વોચ્ચ બેઠક ગુજરાતમાં મળી રહી છે.
આ પહેલાં 1988માં રાજકોટ ખાતે આ બેઠક મળી હતી. રાજકોટમાં ભરાયેલી એ બેઠક નાગપુર બહાર મળેલી પ્રથમ પ્રતિનિધ સભા હતી. તે પહેલાં આ બેઠક નાગપુર ખાતે જ મળતી હતી. મહત્વનું છે કે, આ વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જે દ્રષ્ટીએ આ બેઠક મહત્વની બની રહેશે.
ભાગવત, નડ્ડા સહિત રાજ્યોનાં વડા આવશે
સંઘની આ બેઠક દર વર્ષે માર્ચ મહિનામાં ભરાય છે. આ બેઠકમાં સંઘનાં વડા, કાર્યવાહ, તેમજ બૌદ્ધિક, શારીરિક, વ્યવસ્થા, સંપર્ક, પ્રચાર, સેવા વગેરે વિભાગનાં વડા તેમજ રાજ્યોનાં સંઘચાલક, કાર્યવાહ, સહકાર્યવાહ, પ્રચારક તેમજ વિભાગોનાં વડા હાજર રહે છે. પ્રતિનિધિ સભા સંઘની સર્વોચ્ચ બેઠક છે જેમાં સંઘને લગતાં નિર્ણયો લેવાય છે અને સમગ્ર વર્ષનાં કામોની ચર્ચા થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.