ચૂંટણીના વર્ષની હલચલ:પીએમ બન્યા બાદ મોદીની 8 વર્ષમાં 58 વખત ગુજરાત મુલાકાત, 2017માં 21 વખત આવ્યા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે હિંમતનગમાં વડાપ્રધાન મોદીએ દૂધ ઉત્પાદકો અભિવાદન સાથે સીધો સંવાદ કર્યો હતો. - Divya Bhaskar
ગુરુવારે હિંમતનગમાં વડાપ્રધાન મોદીએ દૂધ ઉત્પાદકો અભિવાદન સાથે સીધો સંવાદ કર્યો હતો.
  • વડાપ્રધાન આ વર્ષે 6 મહિનામાં જ 5 વખત ગુજરાત આવ્યા, 2019માં 12 વખત મુલાકાત લીધી હતી
  • છેલ્લા છ મહિનામાં 50 હજાર કરોડથી વધુનાં કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યાં

ગુજરાત માટે આ વર્ષ ચૂંટણીનું છે. રાજકારણમાં ચૂંટણીના વર્ષની હલચલ પણ નજરે પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત વધારે મુલાકાતો પણ ચૂંટણી અગાઉના સમયને ઉજાગર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલું વર્ષે 6 મહિનામાં જ 5 વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. આગામી 28-29 જુલાઇએ પણ ફરી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે એવી સંભાવનાઓ છે. 2022માં તેમની આ 6ઠ્ઠી મુલાકાત હશે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 8 વર્ષમાં 58 વખત ગુજરાત આવ્યા
ગત 4થી જુલાઇએ જ ‘ડિજિટલ ઇન્ડિયા વીક 2022’નો આરંભ કરી નરેન્દ્ર મોદીએ ટેકનોલૉજીના માધ્યમથી નાગરિકોની સવલતોમાં વધારો કરતી 7 ડિજિટલ સેવાઓ દેશવાસીઓને સમર્પિત કરી હતી. PMO વેબસાઇટમાં અપાયેલી વિગતો મુજબ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 8 વર્ષમાં 58 વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાંથી ગુજરાત વિધાનસભા ચૂંટણીના વર્ષ 2017માં સૌથી વધુ 21 વખત મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણી વર્ષ 2019માં 12 વખત વડાપ્રધાન વતનમાં આવ્યા હતા.

પાવાગઢમાં સુવર્ણ શિખરે ધ્વજારોહણ
વડાપ્રધાને 4 જુલાઇએ ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નો આરંભ કરી 7 ડિજિટલ સેવાઓ દેશને સમર્પિત કરી હતી. 18મી જૂને શક્તિપીઠ પાવાગઢમાં કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતું. 137 કરોડના ખર્ચે પાવાગઢ સંમગ્ર સંકુલમાં વિકાસ કામો કરાયા છે. ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ વડોદરાથી રૂ. 21 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહુર્ત, ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ પણ કરાવ્યો હતો. 10મી જૂને નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું હતું. 28મી મેના રોજ રાજકોટના આટકોટની કે.ડી.પી. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 28મી મેના રોજ ગાંધીનગરમાં દેશનું સહકારી ક્ષેત્રનું સૌ પ્રથમ મહાસંમેલન ‘સહકારથી સમૃદ્ધિ’ યોજાયું હતું.

અન્ય સમાચારો પણ છે...