તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After Announcing The Timetable, The Cabinet Meeting Will Discuss Whether To Take Std. 12 Examination, 1561 New Cases Of Corona And 22 Deaths In The State.

મોર્નિંગ બ્રીફ:ટાઇમ ટેબલ જાહેર કર્યા બાદ કેબિનેટની બેઠકમાં ધો.12ની પરીક્ષા લેવી કે નહીં એ અંગે ચર્ચા થશે, રાજ્યમાં કોરોનાના 1561 નવા કેસ અને 22નાં મોત

અમદાવાદ16 દિવસ પહેલા

નમસ્કાર!

અમદાવાદ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ અમિત શાહ વેજલપુર, ઘાટલોડિયા, અસારવા નારણપુરા અને સાબરમતી વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લેશે. રાજ્યનાં 10 શહેરોમાં 18થી 44ની વયજૂથના લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી થશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ51,934.88-2.56
ડોલરરૂ.72.90+0.28
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ50,900+200

આ 3 ઘટના પર રહેશે નજર
1) રાજ્ય સરકારની કેબિનેટની બેઠક, ધો.12ની પરીક્ષા લેવી કે નહીં અને કોરોના ત્રીજી વેવની તૈયારીઓ પર ચર્ચા થશે.
2) અમદાવાદ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ અમિત શાહ વેજલપુર, ઘાટલોડિયા, અસારવા નારણપુરા અને સાબરમતી વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લેશે.
3) રાજ્યનાં 10 શહેરમાં 18થી 44ની વયજૂથના લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી થશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) અમદાવાદ સહિત ત્રણ મુખ્ય શહેર અને એક જિલ્લામાં જ ટ્રિપલ ડિજિટમાં નવા કેસ, રાજ્યમાં 1561 નવા કેસ સામે 4869 દર્દી સાજા થયા, 22નાં મોત
અમદાવાદ, સુરત અને વડોદરા શહેર તથા વડોદરા જિલ્લામાં કોરોનાના ટ્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. 73 દિવસ બાદ 24 કલાકમાં 1565 આસપાસ કેસ નોંધાયા છે. તો સતત બીજા દિવસે 5 હજારથી ઓછા દર્દીએ કોરોનાને હરાવ્યો છે અને 4 હજાર 869 દર્દી સાજા થયા છે. તો દૈનિક મૃત્યુઆંક 22 થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ધો.12ની સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ, 1 જુલાઈથી ફિઝિક્સ અને અકાઉન્ટનાં પેપરથી પરીક્ષા શરૂ થશે
તાજેતરમાં શિક્ષણ બોર્ડે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. આજે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. આ પરીક્ષા 16 જુલાઈ સુધી ચાલશે.
વાંચો સમાચાર વિગતવાર

3) PMની અપીલથી CBSEની પરીક્ષા રદ, ગુજરાત સરકાર હવે અસમંજસમાં, GSEBની પરીક્ષા લેવી કે કેમ?
કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ આપવો યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં મૂકી શકીએ નહીં. બીજી તરફ મંગળવારના 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતાં સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે?
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની અચાનક બદલી, તામિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનનાં સચિવ તરીકે નિમાયાં
ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુનાં સચિવ તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકેની જવાબદારી નિભાવનારાં જયંતી રવિ અનેક વિવાદોમાં રહ્યાં હતાં. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ એકાએક તેમની બદલી થતાં સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) સરકારે 20 વર્ષમાં ફાયર NOC અને BU માટે શું કર્યું? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની? હાઇકોર્ટે ઝાટકણી કાઢી
ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું હતું કે BU પરમિશન વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC પર નહીં, BU પરમિશન પર પણ ભાર મૂકો.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...