કોરોનાવાઈરસ:અમદાવાદ શહેર બાદ બોપલ અને ઘુમામાં પણ માત્ર દૂધ અને દવાની દુકાન જ ચાલુ રહશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • દૂધની દુકાન સવારે 7થી 11 જ ચાલુ રહેશે
  • મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રહેશે

કોરોનાનો કહેર અમદાવાદમાં વધતો અટકાવવા આજે ડો. રાજીવકુમાર અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 17 મે સુધી અમદાવાદ શહેરના કોર્પોરેશનના વિસ્તારમાં માત્ર દૂધ અને દવાની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેડ ઝોનમાં રહેલા અમદાવાદના કોર્પોરેશનના આ નિર્ણય બાદ જિલ્લાની હદમાં આવતા બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા બોપલ- ઘુમા વિસ્તારમાં પણ તમામ કરીયાણા, શાકભાજી અને ફળોની દુકાનો બંધ કરવાનો અને માત્ર દવાની તેમ દૂધની દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેમાં પણ દૂધની દુકાન સવારે 7થી 11 જ ચાલુ રહેશે જ્યારે મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રહેશે.

અન્ય સમાચારો પણ છે...