તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:લાંબા સમય બાદ સ્ટેન્ડિંંગ કમિટીમાં મ્યુનિ. કમિશનર રૂબરૂ હાજર રહ્યા

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની સ્થિતિમાં જ્યાં સ્ટેન્ડિંગ કમિટી ઓનલાઇન ચલાવવામાં આવતી હતી. છેલ્લા કેટલાક સમયથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઓફલાઇન યોજાઇ હતી. જ્યારે આ વખતે લાંબા સમય બાદ મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીમાં રૂબરૂ હાજર રહ્યા હતા. જેને કારણે કામગીરી ખૂબજ સરળતાથી પૂર્ણ થઇ હતી.

આ બેઠકમાં સભ્યો દ્વારા ચોમાસાને ધ્યાને લઇ તમામ ખાડાઓ પુરવા, રસ્તાઓ રિસર્ફેસ કરવા માટે રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, શહેરમાં અનેક રસ્તાઓ હાલ તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ ખોદકામ કરાઈ રહ્યું છે. ગટર લાઇન, સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ લાઇન નાખવા માટેની કામગીરી ચાલી રહી છે. ત્યારે ચોમાસા દરમિયાન અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. બીજી તરફ મ્યુનિ.ના પ્લોટને દીવાલો બનાવીને ગેરકાયદેસરના દબાણો અટકાવવા માટે પણ માગ કરાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં આજે કમિશનર સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ રૂબરૂ હાજર થયા હતા. જે સાથે હવે કોર્પોરેશનમાં કોરોનાને કારણે ઓનલાઇન બેઠક યુગનો અંત આવ્યો હોવાનું જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...