હવામાન વિભાગની માહિતી:એક દિવસની રાહત પછી ગરમી ફરી 42 ડિગ્રીને પાર, હજુ 3 દિવસ તાપમાન 42 ડિગ્રી રહેવા વકી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારે ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો. જો કે, બુધવારે અમદાવાદ સહિત 8 શહેરોમાં ગરમી 40 ડિગ્રીથી વધુ નોંધાઈ હતી. અમદાવાદમાં પવનની ઝડપ ઘટતાં ગરમીનો પારો 42.4 ડિગ્રી નોંધાયો હતો. હજુ ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાન 42 ડિગ્રી રહેવા વકી છે.

મંગળવારે અમદાવાદમાં 27 કિમીની ઝડપે પવન ફૂંકાતા મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, બુધવારે પવનની ગતિ ઘટતાં ગરમી વધીને 42.4 ડિગ્રી નોંધાઈ હતી. મે મહિના બીજા પખવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના શહેરમાં ગરમી 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...