તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After A Breakup With His Girlfriend, The Boyfriend Demanded Back The Money Spent On Dating, The Girlfriend Filed A Case Of Extortion, The Case Reached The High Court.

ફરિયાદ:પ્રેમિકા સાથે બ્રેકઅપ થયા બાદ પ્રેમીએ ડેટિંગ પર ખર્ચ કરેલા પૈસા પાછા માંગ્યા, પ્રેમિકાએ જબરજસ્તી પૈસા વસૂલવાનો કેસ કર્યો, મામલો ગુજરાત હાઈકોર્ટમાં

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો
  • સોશિયલ મીડિયા પર મિત્રતા થયા બાદ બંને વચ્ચે રિલેશનશિપની શરૂઆત એપ્રિલ 2018માં થઈ હતી
  • પ્રેમીએ તેની પ્રેમીકાને તેના પૈસા નહીં આપે તો તેની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી દેવાની ધમકી આપી હતી

પ્રેમ સંબંધ તૂટી ગયા બાદ યુવક- યુવતી કયારેય તેની પાછળ વાપરેલા પૈસા બાબતે ઝઘડાઓ કરતા હશે પરંતુ ડેટીંગ દરમ્યાન ખર્ચ કરેલા પૈસા કોઈએ પાછા માંગ્યા હોય એવી એક કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકા સાથે સંબંધ તુટી ગયા બાદ યુવકે ડેટિંગ પર ખર્ચ કરેલા પૈસા પાછા માંગવાના ચાલુ કર્યા હતા. પૈસા પાછા આપવાની પ્રેમિકાએ ના પાડી તો યુવક તેને અપશબ્દો કહેવા લાગ્યો હતો. પરેશાન થયેલી યુવતીએ યુવક સામે જબરજસ્તી પૈસા વસુલી કરવાનો કેસ નોંધાવ્યો હતો. યુવકે પોતાની સામેનો આ કેસ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે જેની આગામી દિવસોમાં સુનાવણી યોજાશે.

પ્રેમી અને પ્રેમિકાની સોશિયલ મીડિયા પર મુલાકાત થઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના એક ગામના જ રહેવાસી 27 વર્ષના યુવક અને 21 વર્ષની યુવતીની સોશિયલ મીડિયા પર મુલાકાત થઈ હતી. બંને એક જ જ્ઞાતિના છે. બંને વચ્ચે રિલેશનશિપની શરૂઆત એપ્રિલ 2018માં થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં બંનેના સંબંધનો અંત આવ્યો હતો. કોઈ ખાસ પ્રસંગે યુવકે પ્રેમિકાને તેની સાથે સામેલ થવાનો આગ્રહ કર્યો હતો. પ્રેમિકાએ પરીક્ષાની તારીખનું કહી તેની સાથે જવાની ના પાડી હતી. નારાજ થયેલા પ્રેમીએ તેના પર કટાક્ષ કર્યો હતો અને આ વાત બંનેના બ્રેકઅપનું કારણ બન્યું હતું. આ પછી યુવતીએ માર્ચમાં પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળજબરીથી પૈસાની વસુલીનો કેસ નોંધાવ્યો હતો.

બ્રેકઅપ બાદ પ્રેમીએ પ્રેમિકા પાસે 50 હજાર માંગ્યા
ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે બ્રેકઅપ પછી આરોપી યુવકે તેની પાસે 50 હજાર રૂપિયાની માંગ કરવાની શરૂ કરી દીધી હતી. યુવકે દાવો કર્યો હતો કે આ પૈસા યુવતી પાછળ હરવા ફરવામાં ખર્ચ કર્યા છે. યુવતી સ્ટુડન્ટ્સ હોવાના કારણે આવકનો કોઇ સ્ત્રોત ન હોવાની પોતાની અસમર્થતા બતાવતા પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેના કારણે યુવકે ફોન કરીને ગાળો અને ધમકી આપવાનું શરુ કર્યું હતું. જેથી યુવતીએ તેનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો.

પ્રેમીએ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવાની ધમકી આપી
થોડા દિવસો પછી તેને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો કે જો યુવતી તેના પૈસા નહીં આપે તો તેની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી દેશે. આ પછી યુવતીએ થોડા દિવસો સુધી પોતાનો ફોન બંધ રાખ્યો હતો. જોકે યુવક સુધર્યો ન હતો અને ફરી ફોન કરીને યુવતી પાસે 60 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરેશાન થઈને યુવતીએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઈ યુવકે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ અનવેશ વ્યાસ દ્વારા અરજી દાખલ કરીને એફઆઇઆરને રદ કરવાની માંગણી કરી છે. પોતાની અપીલમાં તેણે ફરિયાદને દુર્ભાવનાપૂર્ણ ગણાવી છે અને યુવતી દ્વારા લગાયેલા આરોપથી ઇન્કાર કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો