પરીક્ષા રદ્દ / આવતી કાલે લેવાનારી GTUની પરીક્ષા રદ્દ કરવામાં આવી, કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ કેન્સલ

After a 105 day long Corona vacation, education will begin with first GTU exam
X
After a 105 day long Corona vacation, education will begin with first GTU exam

  • 350 કેન્દ્રો પર 54 હજાર પરીક્ષાર્થીઓ બેસનાર હતા

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:56 PM IST

અમદાવાદ. કોરોનાના કહેર વચ્ચે આ પરીક્ષાઓ યોજવા જઈ રહી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા આવતીકાલ તા.2ને ગુરૂવારથી સેમ-8ની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવનારી હતી. આ પરીક્ષા 350 કેન્દ્રો પર 54500 વિદ્યાર્થીઓ બેસનાર હતા. પરંતુ સરકારે જાગી હતી અને અચાનક કેન્દ્રની ગાઈડલાઈનનો હવાલો આપીને જીટીયુની પરીક્ષા કેન્સલ કરી દીધી હતી.

કોરોનાને પગલે ગાઈડલાઈન જાહેર કરી હતી
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા રાજ્યમાં 350 સેન્ટરો પરથી લેવાનાર હતી. ત્યારબાદ તા.21થી ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. ઓફ લાઇન પરીક્ષા માટે યુનિ. દ્વારા કોરોના સંદર્ભે ખાસ ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી હતી.

માસ્ક વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ બંધી હતી
માસ્ક પહેરીને આવનારા વિદ્યાર્થીઓને જ પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ આપવા નક્કી કરાયું હતું. માસ્ક પહેર્યા વગરના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ ન આપવા નક્કી કરાયું હતું. આ ઉપરાંત પરીક્ષા સેન્ટરો પર વિદ્યાર્થીઓને ટેમ્પરેચર માપી પ્રવેશ આપવાની તૈયારીઓ સરકારે કરી હતી. પરીક્ષા સેન્ટરો પર રોજે રોજ પરીક્ષા ખંડોને સેનેટાઇઝ કરવાની અને ફિનાઇલથી સાફ કરવાની તાકીદ કરવામાં આવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી