એન્જિનિયરિંગનો ક્રેઝ ઘટ્યો:ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે 42 દિવસથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ, કુલ બેઠકના અડધા 32 હજાર વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માસ પ્રમોશનના કારણે ગયા વર્ષ કરતાં 2 લાખ જેટલા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે
  • ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

ધોરણ 10માં માસ પ્રમોશન બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.પરિણામ અગાઉ જ ધોરણ 10 બાદ થતાં ડિપ્લોમા એન્જિનિયરિંગ માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. 42 દિવસથી ચાલી રહેલા રજિસ્ટ્રેશન હજુ સુધી 64000 સીટની સામે 32000 વિદ્યાર્થીઓ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ગયા વર્ષે 37 હજાર વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો
ધોરણ 10 બાદ ચાલી રહેલ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં હવે વિદ્યાર્થી ઓછો રદ દાખવી રહ્યા છે. ગત વર્ષે 64000 બેઠકની સામે 37000 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે આ વર્ષે માસ પ્રમોશનના કારણે ગત વર્ષ કરતાં પણ 2 લાખ જેટલા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. છતાં પણ ગત વર્ષની સરખામણીએ ઓછા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

કુલ બેઠકના અડધા જ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યુ
17 જૂનથી શરૂ થયેલી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે માત્ર 32000 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. જોકે હજુ 14 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે.પરંતુ વિદ્યાર્થીઓ માત્ર રજિસ્ટ્રેશન જ કરાવ્યું છે, એટલે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે જરૂરી નથી. એટલે 14 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરાવીને 35000 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...