• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After 41 Years Of Marriage, A 71 year old Woman Filed A Complaint Against Her 73 year old Husband For Dowry, Adultery, Extramarital Affairs.

ફરિયાદ:લગ્નના 41 વર્ષ બાદ 71 વર્ષનાં વૃદ્ધાએ 73 વર્ષના પતિ સામે દહેજ, મારઝૂડ, લગ્નેતર સંબંધની ફરિયાદ નોંધાવી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 6 મહિના પહેલા પતિએ જમીન વેચી દીધી, પરિવારને રોડ પર લાવી દેવાની ધમકી આપી

સોલામાં રહેતા 71 વર્ષના વૃદ્ધાએ લગ્નના 41 વર્ષ બાદ પતિ વિરુદ્ધ પૈસા માટે શારીરિક-માનસિક માનસિક ત્રાસ આપી મારઝુડ કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ વયોવૃદ્ધ હોવા છતાં તેને ઘણી બધી સ્ત્રીઓ સાથે આડાસંબંધ હોવાનો તેમજ દારૂની પરમિટ હોવાથી દારૂ પીને મારઝૂડ કરતા હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરાયો છે. આટલું જ નહીં વતનમાં આવેલી જમીન વેચી દીધી હતી, જ્યારે અન્ય મિલક્તો વેચી દઈ પત્ની અને બાળકોને રોડ પર લાવી દેવાની ધમકી આપીને વતન જતા રહ્યા હતા.

સોલામાં રહેતાં શાંતાબહેન(71)એ પતિ રમણભાઈ(73) વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દહેજ, મારઝૂડ અને ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. શાંતાબહેનના લગ્ન 41 વર્ષ પહેલાં રમણભાઈ સાથે થયા હતા. બે દીકરામાંથી એક દીકરો પત્ની અને પૌત્ર સાથે કેનેડામાં રહે છે, જ્યારે બીજો તેમની સાથે રહે છે.

લગ્ન બાદ શાંતાબહેન તેમની સાથે 10 વર્ષ સુધી પાટણ રહ્યા હતા. ત્યાંથી 20 વર્ષ સુધી મણિનગર અને ત્યાંથી છેલ્લા 11 - 12 વર્ષથી સોલામાં રહેતા હતા. શરૂઆતમાં રમણભાઈ નોકરી કરતા હતા. જ્યારે 1992થી તેઓ વેપાર કરે છે. શાંતાબહેને પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે, રમણભાઈને ઘણી બધી સ્ત્રીઓ સાથે આડાસંબંધ હતા. જો કે ત્યારે રમણભાઈની ઉંમર 60 વર્ષની હોવાથી શાંતાબહેન તેને સમજાવતા હતા કે હવે તમારી ઉંમર નથી તમે આ બધાં ધંધા બંધ કરી દો.

તેમ સમજાવતા રમણભાઈ શાંતાબહેન સાથે મારઝૂડ કરતા હતા. જો કે 6 મહિના પહેલાં રમણભાઈએ મહેમદાવાદમાં આવેલી જમીન શાંતાબહેનની જાણ બહાર વેચી દીધી હતી. આ બાબતે શાંતાબહેન અને દીકરાએ પૂછતા રમણભાઈએ ગુસાસમાં કહ્યું હતું કે, હું બધું વેચીને તમને રસ્તા ઉપર લાવી દઈશ. હું તમને ક્યાંય ના નહીં રહેવા દઉું. તેમ કહીને બધાંને મારી નાખવાની ધમકી આપીને વતન રહેવા જતા રહ્યા હતા.(તમામ પાત્રના નામ બદલેલ છે)

2010માં પણ લગ્નેતર સંબંધનો ભાંડો ફૂટ્યો હતો
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ મણિનગર રહેતા હતા ત્યારે રમણભાઈને એક સ્ત્રી સાથે આડાસંબંધ હતા. જેની જાણ થતા શાંતાબહેને રમણભાઈને ખૂબ જ સમજાવ્યા હતા અને આ બધુ નહીં કરવા જણાવ્યું હતંુ. પરંતુ રમણભાઈ દારૂ પીને મારઝૂડ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...