આયોજન:30 વર્ષની મહેનત બાદ 1920-55 ના 20 નાટ્યગીત રજૂ થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે 9 વાગ્યાથી પ્રયોગશાળા ખાતે ઇવેન્ટ યોજાશે

ગુજરાતી નાટકોનાં જૂના ગીતો આજની પેઢી સુધી પહોંચી શકે તે અર્થે ગુજરાતી રંગભૂમિના જાણીતા સિનિયર કલાકાર રાજુ બારોટ દ્વારા1920થી 1955 સુધીનાં નાટ્ય ગીતો શોધીને તેમાથી 20 જેટલા ગીતો એબી મ્યુઝિક પ્રોડક્શન સાથે મળીને તૈયાર કર્યા છે. જે ગીતોને આગામી રવિવારે 22મેના રોજ પ્રયોગશાળા ખાતે રાત્રે 9થી 11 વાગ્યે પ્રસ્તુત કરવામાં આવશે.

આ ગીતો શોધવાની જર્ની વિશે વાત કરતા રાજુ બારોટે જણાવ્યું કે, વર્ષ 1993માં અમે મિત્રોએ ભેગા થઈને ગુજરાતી નાટ્ય ગીતોની શોધખોળ કરવાની શરૂઆત કરી. જેમાં ફોક ગીતો, ફિલ્મી ગીતો અને નાટ્ય ગીતોમાંથી વિવિધ ગીતોની શોધ થઈ. તેની સાથે ઓલ ઈન્ડિયા રેડિયોએ એક સમયે રેકોર્ડ કરેલા ગીતો પણ મળ્યા તેમજ ઉત્તર ગુજરાતની નાટ્યશાળામાં જોડાયેલા લોકો પાસેથી પણ ઘણાં ગીતો મળ્યા.

ગુજરાતી નાટકોમાં એક સમયે ગીતો એટલા પ્રચલિત થતા કે તે ગીતોના આધારે નાટક પણ હિટ જતા હતા. જે નાટકો મ‌ળ્યા છે તે ગીતોના ઢાળ અને સંગીતનું પણ રિસર્ચ કરવામાં આવ્યા બાદ તેને રિક્રિએટ કરાયા છે. આ નાટ્ય ગીતોને 8 લોકોની ટીમ દ્વારા ભજવાશે. આ 20 ગીતના રંગ સંગમ કાર્યક્રમમાં દરેક ગીતમાં 4થી 5 સ્ટોરીઝ પણ ઓડિયન્સને જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...