સ્વાઈન ફલૂ:અમદાવાદમાં 286 દિવસ પછી સિવિલમાં સ્વાઈન ફ્લૂનો કોઈ દર્દી નહીં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 122 દિવસ પછી કોરોના વોર્ડ પણ ખાલી

છેલ્લાં દોઢ મહિનાથી સિવિલમાં સ્વાઈન ફ્લૂ અને કોરોનાના કેસમાં ક્રમશ: ઘટાડો થયો હતો. તેમ છતાં સામાન્યથી લઇને મધ્યમ લક્ષણો સાથે કોરોનાના બેથી ત્રણ અને સ્વાઈન ફલૂના 1થી 2 દર્દી દાખલ રહેતાં હતા. પરંતુ, રવિવારે સિવિલમાં 286 દિવસ પછી સ્વાઈન ફલૂ અને 122 દિવસ પછી કોરોનાનો એકપણ દર્દી દાખલ નથી.

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, વરસાદી માહોલને કારણે બે મહિના પહેલા હોસ્પિટલમાં કોવિડ અને સ્વાઇન ફ્લૂના દર્દીની સંખ્યામાં વધઘટ થતી હતી. કયારેક સ્વાઈન ફલૂ તો કયારેક કોવિડના દર્દી વધુ નોંધાતા હતા. મોટાભાગના દર્દીમાં સામાન્યથી મધ્યમ લક્ષણો જ્યારે વિવિધ રોગથી પીડાતા મોટી ઉંમરના દર્દીને ઓક્સિજનથી લઇને બાયપેપ પર રાખવાની જરૂર પડતી હતી. પરંતુ, છેલ્લાં દોઢ મહિનાથી સ્વાઈન ફલૂ અને કોવિડ બંને રોગના દર્દીનો આંકડો ઘટીને 10ની આજુબાજુ પહોંચ્યો હતો. જેમાં ક્રમશ ઘટાડો થઇને હવે રવિવારે એકપણ દર્દી દાખલ રહ્યો નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...