તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની ચૂંટણી:25 વર્ષ પછી મેયર અનુસૂચિત જાતિના બનશે, 1995માં ભાજપના લાલજી પરમાર બન્યા હતા

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્ય સરકારનું જાહેરનામું, અઢી વર્ષની ટર્મ મહિલા અનામત હોવાથી પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિના પુરુષ જ મેયર બનશે
 • 48 વોર્ડની 192 બેઠકો પૈકી 21 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રખાઈ છે
 • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ ડેપ્યુટી મેયર તરીકે જનરલ કેટેગરીના ઉમેદવારની શક્યતા

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયર પદ માટે અનામત અંગેનું જાહેરનામું રાજ્ય સરકારે બહાર પાડ્યું છે. જે મુજબ અમદાવાદમાં પહેલી અઢી વર્ષની ટર્મ અનુસૂચિત જાતિ (એસસી)ના મેયર રહેશે. જ્યારે બીજી ટર્મ માટે મહિલા અનામત જાહેર કરવામાં આવી છે. 1995 પછી પહેલીવાર અમદાવાદ શહેરના મેયર તરીકે અનુસૂચિત જાતિના ઉમેદવારની તાજપોશી થશે. અગાઉ 1995માં ભાજપમાંથી ચૂંટાયેલા લાલજી પરમાર મેયર તરીકે રહી ચૂક્યા છે.

અમદાવાદ મ્યુનિ.ના 48 વોર્ડની 192 બેઠકો પૈકી 21 બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. જેમાં ઉતરતા ક્રમમાં મહિલા-પુરુષનો સમાવેશ કરાયો છે. બુધવારે રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામા અનુસાર પહેલી અઢી વર્ષની ટર્મમાં અનુસૂચિત જાતિના મેયર રહેશે અને પછીની અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત રખાઈ છે. આ જોતાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિના પુરુષને જ મેયર બનાવાય તેવી સંભાવના છે. જેમાં ખાસ કરીને વાસણા વોર્ડના હિમાંશુ વાળા અથવા ખોખરા વોર્ડના ચેતન પરમાર બે પૈકીના કોઈ એકને ભાજપ મેયર બનાવે તેવી સંભાવના આધારભૂત સૂત્રોએ વ્યક્ત કરી છે.

અનુસૂચતિ જાતિ માટે અનામત રાખેલી બેઠકો મુખ્યત્વે નવા વાડજ, સરદારનગર, નરોડા, કુબેરનગર, શાહપુર, નવરંગપુરા, જોધપુર, દરિયાપુર, ઠક્કરબાપાનગર, નિકોલ, વિરાટનગર, જમાલપુર, વાસણા, વેજલપુર, મણિનગર, અમરાઈવાડી, ખોખરા, ઈસનપુર અને રામોલ છે. અનુસૂચિત જાતિના મેયર હોવાને કારણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત ડેપ્યુટી મેયરના મહત્ત્વના હોદ્દા પર જનરલ કેટેગરીના ઉમેદવાર હોઈ શકે છે. જ્ઞાતિવાદના સમીકરણના કારણે આમ કરવું ભાજપ માટે ખૂબ જ મહત્ત્વનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો