• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After 200 Presentations, The Teaching Assistant Will Tie A Black Band And Do The Teaching Work On The Next Teacher's Day Without Solving Outstanding Questions.

અધ્યાપક સહાયકનું આંદોલન:200 રજૂઆત બાદ પડતર પ્રશ્નોનું નિવારણ ના આવતા શિક્ષક દિવસે અધ્યાપક સહાયક કાળી પટ્ટી બાંધી શિક્ષણ કાર્ય કરાવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકાર સામે અનેક પડતર પ્રશ્નોને લઈને સ્કૂલોના શિક્ષકોએ આંદોલન શરૂ કર્યા છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરાવતા અધ્યાપક સહાયકો પણ સરકાર સામે આંદોલન કરવાના છે. જેમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસે જ અધ્યાપક સહાયકો હાથે કાળી પટ્ટી બાંધીને અભ્યાસ કરાવશે.

5 વર્ષમાં 200 વખત આવેદન આપી રજૂઆત
ગુજરાતની 356 ગ્રાન્ટેડ કોલેજોમાં 5 વર્ષ ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના મુખ્ય પડતર પ્રશ્નો છે. જેવા કે સળંગ નોકરી, ફાજલ તરીકેનું રક્ષણ, સાતમા પગાર પંચ મુજબ ફિક્સ પગારમાં વધારો કરવો જેવા પ્રશ્નોને લઈને 5 વર્ષમાં 200થી વધુ વખત આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત છતાં નિરાકરણ આવતા હવે અધ્યાપકો આંદોલનના માર્ગે જવાના છે. શિક્ષક દિવસે જ કાળા પટ્ટી અને કાળા કપડાં પહેરેની શિક્ષણ કાર્ય કરાવવામાં આવશે.

અધ્યાપક સહાયકો કાળી પટ્ટી ધારણ કરશે
અધ્યાપક સહાયક મંડળના પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2.72 લાખ ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવાની જોગવાઈ કરેલી છે. છતાં 1200 અધ્યાપક સહાયકોને આ લાભથી વંચિત રાખીને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. સરકારે માત્ર અધ્યાપક સહાયક કર્મચારીઓ સાથે ભેદભાવ કરતા કર્મચારીઓ નારાજ છે, જેનો વિરોધમાં એક દિવસ કાળી પટ્ટી પહેરેની ભણાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...