સ્કૂલ ચલે હમ:આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, 2 વર્ષ બાદ ફરી 100 ટકા કેપેસિટી સાથે સ્કૂલો ધમધમશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોલેજ અને યુનિવર્સીટી પણ બુધવારથી શરૂ થશે

રાજ્યભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ શૈક્ષણિક સંસ્થાઓ ધમધમી ઉઠશે. વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા સંચાલકો સજ્જ બની ગયા છે. જ્યારે કોલેજો-યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો બુધવારથી પ્રારંભ થવાનો છે. 2 વર્ષ બાદ પ્રથમ વખત 100 ટકા કેપેસિટી સાથે સંપૂર્ણ ઓફલાઇન સ્કૂલ-કોલેજ શરૂ થશે.

પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું ઉનાળુ વેકેશન ગત તા. 9 મેથી પડ્યું હતું. વેકેશનના 35 દિવસ પૂર્ણ થતા આગામી સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓ ફરી રાબેતા મુજબ શરુ થઇ જશે. નવું શૈક્ષણિક સત્ર થવાને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોવાથી શાળા સંચાલકો દ્વારા શાળાઓના વર્ગ ખંડોની સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેની સાથોસાથ વિદ્યાર્થીઓ દ્વારા પણ પાઠ્ય પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગો સહિતની ખરીદી પણ લગભગ પૂર્ણ કરી દીધી છે. સોમવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠશે. જ્યારે કોલેજ અને યુનિવર્સીટીમાં બુધવારથી વિદ્યાર્થીઓ આવશે.

વર્ષ 2020માં કોરોનાની પ્રથમ લહેર હોવાથી સ્કૂલ-કોલેજ ઓનલાઇન જ ચાલુ કરવામાં આવ્યા હતા અને 2021માં પણ સત્ર શરૂ થતાં કોરોનાની બીજી લહેર હતી જેથી સ્કૂલ-કોલેજ શરૂઆતમાં ઓનલાઇન જ શરૂ થયા હતા જે બાદ ઓનલાઇન સાથે ઓફલાઇનનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ત્યારે હવે કાલથી સંપૂર્ણ 100 ટકા ઓફલાઇન સ્કૂલ કોલેજ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...