એન્જિનિયરિંગમાં વિદ્યાર્થી નિરુત્સાહી:એન્જિનિયરિંગમાં 2 રાઉન્ડના બાદ પણ 51 હજાર પૈકી 30 હજાર બેઠક ખાલી પડી રહી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એસીપીસીની ફાઈલ તસવીર - Divya Bhaskar
એસીપીસીની ફાઈલ તસવીર
  • ખાલી જગ્યા માટે ખાનગી કોલેજમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા 30 ઓક્ટોબર સુધી ચાલશે
  • ગુજસેટ અને JEEની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પણ મોકો અપાશે

એન્જિનિયરિંગ ડિગ્રીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હતી, જેમાં 2 રાઉન્ડ પૂર્ણ થયા છે. 2 રાઉન્ડ બાદ પણ 60 ટકા જેટલી બેઠકો ખાલી જ પડી રહી છે. સરકારી અને ખાનગી કોલેજોની સાથે મળીને કુલ 51406 સીટ હતી. જેમાંથી 20439 સીટ જ ભરાઈ છે, જ્યારે 30967 સીટ ખાલી રહી છે.

30967 બેઠક ખાલી પડી રહી
સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 11044 સીટમાંથી 8580 સીટ પર એડમિશન કન્ફર્મ કરાવ્યું છે અને 883 બેઠકો નોન રિપોર્ટિંગના લીધે તથા 1581 બેઠક નોન એલોટમેન્ટ એમ કુલ 2464 બેઠક ખાલી પડી રહી છે. ખાનગી કોલેજોની 40362 બેઠકમાંથી 11859 પર પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જ્યારે 4299 નોન રિપોર્ટિંગ અને 24204 બેઠક નોન એલોટમેન્ટના લીધે એમ કુલ 28503 બેઠક ખાલી પડી રહી છે. સરકારી અને ખાનગી કોલેજોની મળીને 30967 બેઠક ખાલી પડી રહી છે.

સરકારી કોલેજની ખાલી બેઠકની વિગત 21 ઓક્ટો.એ વેબસાઈટ પર જાહેર થશે
ખાલી પડેલી બેઠક માટે ખાનગી કોલેજમાં ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે 30 ઓક્ટોબર સુધી ચાલશે. જ્યારે સરકારી કોલેજમાં ખાલી પડેલી બેઠક માટે 21 ઓક્ટોબર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ગુજસેટ અને JEEની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પણ મોકો આપવામાં આવશે.