ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022:અમદાવાદમાં 15 વર્ષ બાદ દેશના 1200 જેટલા જેલ અધિકારી અને કર્મચારીઓ વચ્ચે 12થી વધુ સ્પર્ધાઓ યોજાશે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મીટનું ઉદ્ઘાટન કરશે
  • 2016માં તેલાંગણામાં આ મીટનું આયોજન થયું હતું

અત્યારે વિશ્વમાં રમતગમતની મોસમ ચાલી રહી છે. તાજેતરમાં જ ગુજરાતમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 વર્ષ પછી અમદાવાદના આંગણે ફરી એકવાર દેશના જેલ અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રમતગમત સ્પર્ધા યોજાશે. 12થી વધુ સ્પર્ધાઓમાં 1200થી વધારે જેલ અધિકારી અને કર્મચારીઓ ખેલાડી તરીકે ભાગ લેશે. ગુજરાતમાં 2007માં આ સ્પર્ધા યોજાઇ હતી. છેલ્લે 2016માં તેલાંગણા ખાતે આયોજન થયું હતું. 4થી સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ૬ઠી 'ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ - 2022'નું ઉદ્ઘાટન કરાશે.

છેલ્લે 2016માં તેલાંગણા ખાતે આ મીટનું આયોજન થયું હતું
આ અંગેની વિગતો આપતા જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવે જણાવ્યુ હતુ કે, આ '૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-2022' એ 6 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઇ રહી છે. છેલ્લે 2016માં તેલાંગણા ખાતે આ મીટનું આયોજન થયું હતું. આ વખતે આ રાષ્ટ્રીય કક્ષાની મીટ ગુજરાતમાં યોજાઇ રહી છે. અમે આ મીટને લઇને તમામ પ્રકારના આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ મીટમાં કુલ 12 પ્રકારની સ્પર્ધાઓ યોજાશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 'છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022નો પ્રારંભ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ, એકા ક્લબ ખાતે કરવામાં આવશે. છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022'માં આયોજિત થનારી સ્પર્ધાઓ અંગેની વાત કરતા ડો. કે.એલ.એન. રાવે કહ્યું કે, આ મીટમાં કુલ 12 પ્રકારની સ્પર્ધાઓ યોજાશે. વિવિધ સ્પર્ધાઓના આયોજનમાં રાજ્યનો ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ,રમતગમત ક્ષેત્રનાં સંગઠનો તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સહભાગી બનશે.

કઈ કઈ યોજાશે સ્પર્ધા?

  • ક્વિઝ કોમ્પિટિશન
  • અનઆર્મ્ડ કોમ્બેટ
  • ફર્સ્ટ એડ કોમ્પિટિશન
  • હેલ્થ કેર કોમ્પિટિશન
  • કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી કોમ્પિટિશન
  • વન મિનિટ ડ્રિલ કોમ્પિટિશન
  • પ્રિઝન બિઝનેસ મોડલ કોમ્પિટિશન
  • ફાઇન આર્ટસ એન્ડ મ્યુઝિક કોમ્પિટિશન
  • પ્રિઝન હાઇઝિન કોમ્પિટિશન
  • બેસ્ટ પ્રેક્ટિસ કોમ્પિટિશન
  • પ્રોબેશન ઓફિસર
  • મેડિકલ ઓફિસર એન્ડ વેલફેર ઓફિસર કોમ્પિટિશન

રમતગમતની કઈ સ્પર્ધા યોજાશે?

  • વોલિબોલ
  • કબડ્ડી
  • 100 મીટર મેન એન્ડ વિમેન
  • 400 મીટર મેન એન્ડ વિમેન
  • લોંગ જમ્પ મેન એન્ડ વુમેન
  • હાઇ જમ્પ મેન એન્ડ વિમેન