લફરાબાજ પતિ:લગ્નના 13 વર્ષ બાદ પણ પતિએ અન્ય સ્ત્રી સાથે ચક્કર ચાલુ રાખ્યા,પત્ની સમજાવતી રહી ગઈ અને પતિએ બીજા લગ્ન કરી લીધા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ પતિને કહ્યું 'હું તેની સાથે રહીશ અને મારી મરજી પ્રમાણે કરીશ'
  • સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો, આ અંગે તપાસ શરૂ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતા પોતાના પતિને પોતાનો હોવાનું સમજીને રહેતી હતી પણ તેનો પતિ એક નહીં અનેક મહિલાઓ સાથે સંબંધ રાખતો હતો. આ સમગ્ર પ્રકરણમાં મહિલાને ખબર પડી કે લગ્નના 13 વર્ષ બાદ પતિ કોઈ અન્ય સાથે લગ્ન કરી લીધા છે. આ વાતની જાણ થતાં પતિએ પત્નીને ધમકાવી હતી. આખરે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લગ્નના 13 વર્ષ સુધી પત્નીને સારી રીતે રાખી
શહેરના દાણીલીમડામાં રહેતી પરિણીતાના લગ્ન 2009માં થયા હતા. લગ્નના 13 વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. પણ બાદમાં બીજી સ્ત્રી સાથે અફેર હોવાની જાણ થતાં મહિલાએ પતિને આ અંગે પૂછતાં તેણે હવે કોઈ સાથે બહાર સંબંધ નહિ રાખે તેમ કહી માફી માંગી રહેવા લાગ્યો હતો. લગ્નના પાંચ વર્ષ બાદ જ કોઈ સાથે અફેર હોવાનું મહિલાએ પૂછતાં પતિએ આ વાતનો ઇન્કાર કરી નાંખ્યો હતો. પણ ત્રણેક માસ પહેલા ફરી કોઈ સ્ત્રી સાથે અફેર હોવાની જાણ મહિલાને થઈ હતી. આવા અફેર ન રાખવાનું કહેતા પતિએ બોલાચાલી કરી પત્નીને માર માર્યો હતો.

'ભાઈએ બીજા લગ્ન કરી લીધા, તું છૂટાછેડા લઈ લે': નણંદ
થોડા સમયમાં મહિલાને તેની નણંદે આવીને કહ્યું કે, મારા ભાઈએ બીજા લગ્ન કરી લીધા છે તું છૂટાછેડા લઈ લે. બાદમાં બીજા દિવસે પતિ સાથે આ મહિલા હતી ત્યારે કોઈ સ્ત્રીનો ફોન આવતા મહિલાએ પૂછ્યું તો પતિએ કહ્યું કે, બીજી પત્નીનો ફોન હતો. મહિલાએ એવું ન કરવા કહેતા પતિએ કહ્યું કે હું, તેની સાથે વાત પણ કરીશ અને રહીશ પણ ખરો તેમ કહી માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...