કોરોનાવાઈરસ / 104 દિવસ પછી અમદાવાદ બીજા ક્રમે સુરતમાં 205, અમદાવાદમાં 187 કેસ, ગુજરાતમાં કુલ કેસનો આંક 32,643 પર પહોંચ્યો

After 104 days, Ahmedabad came second with 205 cases in Surat and 187 in Ahmedabad
X
After 104 days, Ahmedabad came second with 205 cases in Surat and 187 in Ahmedabad

  • અમદાવાદમાં કેસ અને મૃત્યુ બંનેમાં ઘટાડો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 07:49 AM IST

અમદાવાદ. એક સમયે અમદાવાદ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત શહેર હતું અને રાજ્યમાં નોંધાતા કોરોના પોઝિટિવના કુલ કેસોના 70 ટકા કેસ અમદાવાદમાં હતા ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં ક્રમશઃ સંક્રમણ અને મૃત્યુઆંક બંને ઘટી રહ્યા છે બીજીતરફ સુરતમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે નોંધાયેલા કેસોમાં સુરત અમદાવાદથી પણ આગળ નીકળી ગયું છે જેના પગલે આરોગ્ય સચિવ જયંતી રવિ પણ સુરતની મુલાકાતે દોડી ગયાં હતાં. 104 દિવસ પછી અમદાવાદ બીજા ક્રમે ગયું છે. આજે અમદાવાદમાં નવા 187 કેસ અને 9 મૃત્યુ નોંધાયા છે જેની સામે સુરતમાં 205 કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે.

દેશભરમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ હવે પીક તરફ આગળ વધી રહ્યું છે. સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 600ને પાર રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 620 કેસ નોંધાયા છે જેની સામે 422 દર્દીઓ સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. આજે વધુ 20 લોકોના મૃત્યુ થયા છે.

આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક 32,643 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં કુલ 23,670 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે જ્યારે કુલ 1,848 દર્દીઓનું મૃત્યુ થયું છે. હાલ રાજ્યમાં 6928 એક્ટિવ દર્દીઓ છે જેમાંથી 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી