• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Advocate General In Gujarat High Court Acknowledges The Need For A Survey Of Authenticity Of BU Permission In 93 Lakh Buildings And 48% Without Permission

ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી:ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે 93 લાખ બિલ્ડિંગમાં BU પરમિશનની ખરાઈનો સર્વે જરૂરી હોવાનું સ્વીકાર્યું, 48% પરમિશન વગરની

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટ સુનાવણી હાથ ધરાઈ છે - Divya Bhaskar
ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટ સુનાવણી હાથ ધરાઈ છે
  • રાજ્યમાં હોસ્પિટલ અને સ્કૂલમાં બી.યુ અને ફાયર સેફ્ટી રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ તેવી અરજદારની રજૂઆત

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મામલે હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે મહત્વની અને મોટી વાત કોર્ટ સમક્ષ કહી છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્યમાં 93 લાખ બિલ્ડિંગના બીયુ પરમિશનની ખરાઈનો સર્વે કરવો જરૂરી હોવાની વાત કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 48% બિલ્ડિંગ પાસે બી યુ પરમિશન નથી હોવાનું પણ સામે આવ્યું છે.

સુપ્રીમ અને હાઈકોર્ટના ચૂકાદા છતાં ગોકળગતિએ કામગીરી
અગાઉ આ બાબત જસ્ટિસ અંજારિયાની કોર્ટમાં નોટ બિફોર મી થતાં ચીફ જસ્ટિસની કોર્ટમાં લિસ્ટ કરવામાં આવી હતી. જે અંગે આજે પાર્ટી ઇન પર્સન તરીકે હાજર થયેલા એડવોકેટ અમિત પંચાલે રાજ્યમાં હોસ્પિટલ અને સ્કૂલમાં બી.યુ અને ફાયર સેફ્ટી રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ તેમ કોર્ટમાં રજૂઆત કરી હતી. સાથે જ રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી ફાયર સેફ્ટી એક્ટ સંદર્ભે કાયદાના શાસનનું પાલન ન થતું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચૂકાદા છતાં પ્રશાસન ગોકળ ગતિએ કામ કરી રહ્યું હોવાની વાત કરી છે.

દિવાળી ટાણે ફટાકડાના સ્ટોલ અંગે હાઈકોર્ટ ચિંતા વ્યક્ત કરી
આ મામલે ચીફ જસ્ટિસ અરવિંદકુમારની બેન્ચે અગાઉના હુકમના પાલનમાં રાજ્ય સરકારે લીધેલા પગલાં અને કરવામાં આવતી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. દિવાળી વખતે ઠેરઠેર ફટાકડાના ઊભા થતાં પંડાલો લઈને હાઇકોર્ટ વ્યક્ત ચિંતા વ્યક્ત કરી છે, કહ્યું કે આ મામલે પણ કાયદાનું પાલન થવું જોઈએ. આ મામલે 29 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

28 ઓક્ટોબરે રાજ્ય સરકાર અને AMCએ સોગંદનામું રજૂ કર્યું હતું
અગાઉ 28 ઓક્ટોબરે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અમદાવાદના કોર્પોરેશને કરેલી એફિડેવિટમાં અમદાવાદમાં હજુ 2079 ઇમારતો પાસે ફાયર સેફ્ટી NOC નથી. રાજ્ય સરકારે કરી સોગંદનામામાં ફાયર માટેના ઉપકરણોની અછત તથા કારીગરોની અછત હોવાની વાત સોગંદનામામાં કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કરેલી સોગંદનામાં છેલ્લા એક વર્ષમાં 4656 ફાયર NOC ઇસ્યૂ અથવા રિન્યૂ કરાઈ, એ પહેલા 3483 એન.ઓ.સી આપવામાં આવી હતી. જે બાદ પણ હાલની સ્થિતિએ અમદાવાદમાં 2079 ઇમારતોમાં ફાયર ન હોવાની કબૂલાત કરવામાં આવી હતી. સાથે સાથે આગામી વર્ષે 8139 ઇમારતોનું ફાયર સેફટી NOC રીન્યુ કરવામાં થશે.

બહુમાળી ઈમારતોમાં ઈક્વિપમેન્ટનો સપ્લાય ઓછો
ઉપરાંત આ સોગંદનામા ફાયરસેફ્ટી અંગે કરેલી કાર્યવાહી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. અમદાવાદમાં બહુમાળી ઇમારતોની સંખ્યા વધુ અને ઈક્વિપમેન્ટનો સપ્લાય ઓછો હોવાનો સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે. કોર્પોરેશને એ પણ સ્વીકાર્યું હતું કે, ફાયર સેફ્ટી ઉપકરણોના સપ્લાયર્સ ઓછા છે, જેથી ઉપકરણોનો સપ્લાય આવામાં 6-12 અઠવાડિયાનો સમય લાગી રહ્યો છે. ફાયર ઉપકરણો માટે અમદાવાદમાં માત્ર 50-70 જેટલી જ એજન્સીઓ કાર્યરત હોવાની રજૂઆત કરવામાં હતી.

સરકારનો સ્કીલ્ડ લેબર મળવા મુશ્કેલ હોવાની રજૂઆત
રાજ્ય સરકારે પણ 23 નગરપાલિકા વિસ્તારોમાં ફાયરસેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે રાજ્ય સરકારનું સોગંદનામું કર્યું હતું . જેમાં નગરપાલિકા વિસ્તારોમાં 163 હોસ્પિટલ 348 સ્કૂલ પાસે ફાયર સેફ્ટી એન.ઓ.સી નથી, ફાયર સેફ્ટી ન હોવાથી 48 હોસ્પિટલ અને 84 સ્કૂલોનું પાણીનું કનેક્શન, 14 હોસ્પિટલ અને 6 સ્કૂલના ગટર કનેક્શન કાપવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો. ફાયર સેફટી ઇકવિપમેન્ટ નાખવા માટેના સ્કીલ્ડ લેબર મળવા મુશ્કેલ હોવાની રજૂઆત સરકારે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...