તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વકીલોની રજૂઆત:ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ કરવા માટે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસો.એ ચીફ જસ્ટિસને પત્ર લખીને રજૂઆત કરી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ - Divya Bhaskar
હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ
  • છેલ્લા 14 મહિનાથી ગુજરાત હાઈકોર્ટેમાં વર્ચ્યુઅલ હિયરિંગ થઈ રહ્યું છે
  • ઘણા સમયથી ફિઝિકલ હિયરિંગ બંધ રહેતા ઘણા વકીલોની હાલત કફોડી બની

કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ કોર્ટમાં માત્ર અરજન્ટ કેસોની સુનાવણી થતી હતી અને એમાં પણ હાઇકોર્ટ સહિત ઘણી કોર્ટેમાં તો વર્ચ્યુઅલ હિયરિંગ જ થતું હતું. ત્યારબાદ બીજી વેવ પહેલા પરિસ્થિતિ કાબુમાં આવતા ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ એસો.એ કોર્ટેમાં ફિઝિકલ હિયરિંગ શરૂ કરવા માટે માગણી કરી હતી અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ત્યારબાદ ભયાવહ બીજી લહેર આવતા તમામ કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું હતું. હવે સ્થિતિ સામાન્ય થતી જતી હોવાથી એસોસિએશન દ્વારા ફરીથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવા માગ કરી છે.

કોરોનાના કેસ ઘટતાં ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ
હાઇકોર્ટમાં પણ સુઓમોટોની સુનાવણી વર્ચ્યુઅલ યુ-ટ્યુબના માધ્યમથી થતી હતી. જોકે, હવે બીજી લહેર બાદ પરિસ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે. જેમાં હવે કોરોના કેસ પણ ઘટી રહ્યા છે. હાઇકોર્ટ તમામ ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ કરવા માટે આદેશ કર્યો હતો ત્યારે હવે હાઇકોર્ટના એડ્વોકેટ એસો.એ પણ ફિઝિકલ હિયરિંગ શરૂ કરવા માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરી છે.

19મી જુલાઈથી ફિઝિકલ હિયરિંગની માગ
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, છેલ્લા 14 મહિનાથી હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ છે. હવે અમદાવાદમાં કેસ પણ સિંગલ ડિજિટમાં આવી રહ્યા છે. તમામ બજારો અને સરકારી વિભાગો ખૂલી ગયા છે, જેથી હવે અમે આ છેલ્લી વખત ચીફ જસ્ટિસને રજૂઆત કરી છે કે, હવે હાઈકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવે. ગુજરાત હાઇકોર્ટ સાથે જોડાયેલા વકીલોની હાલત કફોડી બની છે. તેઓ પાસે ઓનલાઈન વર્ચ્યુઅલ હિયરિંગમાં જોડાય તેવી વ્યવસ્થા પણ નથી એટલે અમારી માંગ છે કે 19 તારીખથી જ કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...