તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તજજ્ઞોનો મત:સરળ ગણિત સાથે પાસ થનારાને વિજ્ઞાન પ્રવાહ ન પસંદ કરવા સલાહ; ધો.10ના આ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાની છૂટ છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સીબીએસઇએ ધો.10માં સરળ ગણીત સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના વિષયની પસંદગી કરવાની છૂટ આપી છે. પરંતુ તજજ્ઞોના મતે વાલીઓએ પોતાના બાળકોની ક્ષમતાને આધારે નિર્ણય લેવો જોઇએ. બોર્ડે ભલે છૂટ આપી હોય પરંતુ જો બાળકની ક્ષમતા નહીં હોય અને વિજ્ઞાન પ્રવાહના વિષય પસંદ કરશો તો ભવિષ્યમાં બાળક માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.

આ પહેલા સીબીએસઇએ બાળકોની સરળતા માટે ધો.10માં ગણીતના બે ભાગ આપ્યા હતા. જે વિદ્યાર્થીઓ ગણિત વિષય સાથે આગળ વધવા નથી માંગતા અને આર્ટસના વિષય સાથે આગળ વધવા માંગે છે તેઓ સરળ ગણિતનું પેપર પસંદ કરી શકતા હતા, ઉપરાંત જે વિદ્યાર્થીઓ અઘરા ગણિત સાથે ધો.10 પાસ કરે તે જ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના વિષય પસંદ કરી શકતા હતા. પરંતુ આ વર્ષે ગણિતના સરળ અને અઘરા વિષયોના નિયમોમાં ફેરફાર કરાયો છે.

આ વર્ષે સરળ ગણિત સાથે પાસ થનાર વિદ્યાર્થી પણ વિજ્ઞાન પ્રવાહના વિષયો પસંદ કરી શકશે. પરંતુ જો વાલીઓ સરળ ગણીત સાથે પાસ થનારા બાળકોને વિજ્ઞાન પ્રવાહના વિષયો પસંદ કરાવશે તો ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઇ શકશે. નિષ્ણાંતોના મતે વિદ્યાર્થીની ક્ષમતા ન હોય અને તે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે તો આખરે તેના પર બોજ પડશે.

મૂલ્યાંકન ન થતાં સાવચેતી જરૂરી
જે બાળકોએ પહેલાથી જ નક્કી કર્યું હતું કે વિજ્ઞાન પ્રવાહના વિષય સાથે આગળ વધવું નથી, તેઓ માટે હવે વિજ્ઞાન પ્રવાહના વિષય પસંદ કરવું રિસ્કી રહેશે. ઉપરાંત, આ વર્ષે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન પણ થયું નથી, તેથી વિષયની પસંદગી માટે વાલીઓએ પોતાના બાળકોની ક્ષમતા જોવી પડશે. - રાજેન્દ્ર ઉપાધ્યાય, કરિયર કાઉન્સેલર

અન્ય સમાચારો પણ છે...